Sunday, March 11, 2012

તું, યાદ આવે છે, બાઈ !


તું ગઈ છે ત્યારથી
તું, યાદ આવે છે, બાઈ !

તું ગઈ છે ત્યારથી
………હા, ત્યારથી


તું નથી, હા નથી, પણ છે
તું, તેજસ્વી, સર્વત્ર છે, બાઈ

યાદ આવે છે તારું વ્હાલ, બાઈ
ભરેલા પણ સુના ઘર માં,

…………તારી ખામી રહે છે, બાઈ

પણ હવે, તારા તેજ થી જીવવાની વાત સમજાઈ

થાળી માં પીરસીને, રોટલી નો ટુકડો
મોં માં મુકતી હતી, તું બાઈ


વ્હાલ, હવે મારી ફરજ છે, વાત સમજાઈ


સાચવી ને જે ભાઈ
વેલો ઘેર આવ જે ભાઈ
અજાણ્યા થી દૂર રે જે ભાઈ
લારી નું ના જમ તો ભાઈ
પ્રભુ ને ના વિસરતો ભાઈ
……………. વાતો હવે સમજાઈ


તું જીવિત છે તારા શબ્દો થી, બાઈ
હું પણ કહી રહ્યો છું, બાઈ
હું પણ વ્હાલ ફેલાવી રહ્યો છું, બાઈ
તારા તેજ થી પ્રકાશી રહ્યો છું, બાઈ

હજુ આંસુ આવે છે, બાઈ
રોકાશે કદી , બાઈ ?

તારો નાનકો જનક - ૧૧/૧૦/૨૦૧૧

1 comment:

Unknown said...

very nice janak bhai...ma te maa bja badha vadlana vaa.