Wednesday, March 7, 2012

કોઇકની આંખનું રતન છે તું...

ક્રાઈમ પેટ્રોલ" ના એક એપિસોડ માં જોયેલી એક દુખદ ઘટના દિલને હલાવી ગઈ હતી..
માં બાપ નું એમ્બીસીયસ કુમળા બાળકો ના મન ઉપર બહુ રોંગ ઈફેક્ટ આપી જાય છે..આવાજ કોઈ માનસિક દબાણ માં આવી 10 th માં ભણતી એક બાળકી આપઘાત કરે છે..
બહુ દુખદ વાત હતી. આપણા બાળકો ઉપર આશા રાખો ,થોડું દબાણ રાખો .પણ તેના કરતા તેમના માં વિસ્વાસ વધુ રાખો ..

કોઇકની આંખનું રતન છે તું...

 પ્રેમ તારો ધરમ છે જાત પર તારા જુલમ સીતમ ના કર
કોઇ ગણે કે નાં ગણે સમય પહેલા શ્વાસ તારા બંધ ના કર
કોઇક તો આંખનું રતન ગણતું હશે તું ભાગ્યને દોશી ના કર …
ઘણાં વખતથી નીરાંત નથી ઘડીક શાતાં લે ખલેલ ના કર ,
આંગણે ખુશીઓ નું ચમન ફરી ખીલશે તું વ્યર્થ શોક ના કર,
સત્સંગ ના કરે તો કઇ નહિ, પણ મનોવૃતિને મહાભારત ના કર.
રેખા પટેલ ..

No comments: