Friday, March 9, 2012

મન મોરલો ગહેક્યો આજ

મન મોરલો ગહેક્યો આજ.
તમારા આવવાના એંધાણ મળ્યા ને મોરલો ગહેક્યો આજ
મોગરાની લહેરાતી હવાઓ સંગ ભીની સુગંધ મહેકી ચોપાસ.
દીવાલ પરથી હથેળીઓ ની ઉકેલાઈ વિદાય વેળાની છાપ,
મંદિર તણા બેજાન પથ્થરમાં ઇશ્વર ની ઝાંખી આવી સાચ.
થીજી ગયેલ નયનની કીકીઓ માં જરા હરકત આવી રાજ .
બીજું તો ઠીક હોઠો પર સરગમી સ્મિત લહેરાયું લઈ રાઝ .
વર્ષો પછી પહેલી પ્રીતનું લીલુછમ ચોમાસું આવ્યું આજ.
હથેલી તણી લકીરને જીવવા નું આણુ આવ્યું મારે કાજ.. :))

No comments: