Tuesday, March 13, 2012

કેસુડે રંગેલ સાંજની વાત

આજ કહેવી છે કેસુડે રંગેલ સાંજની વાત,
મારા વણખૂલ્યા હોઠની કહેવી રાઝની વાત,

મારા સ્વપનોના હિંડોળાને ઝૂલવુ છે આજ.
આજ ખેલે હોળી પતંગીયા, ફુલોની સાથ.

કેવુ જોને ભમરાનુ ગુંજન છે રસમાં ચકચૂર;
કરે અઘખીલી કળીઓ સાથે ખુલ્લેઆમ સંગાથ

એના વણગાયા ગીતનો ટહુકો ઊડે ચોપાસ
એની પ્રિતે રંગાયેલ હૈયામાં થાય છાનો ફફડાટ.

આજ નથી આંખ ને આંસુને કોઇ પણ ભાન.
પાંપણના પલકારે ભીના સ્પર્શેનો થશે સંધાન

આજ રાધાની આખમા કાનાની પ્રિતની પ્યાસ
મોરલીના સુર સંગે ભુલે આજ કાનો પણ ભાન.

મારે આ વણખૂલ્યા હોઠની કહેવી છે એ વાત
આ અધરોને ચુમીને પાડી છે મજાની કૈ ભાત

રેખા..

3 comments:

Anil Chavda said...

jota j gamijaay tevo saras blog banavyo chhe.

Anil Chavda said...

jota j gami jaay tevo blog chhe

Unknown said...

Thank you so much.