Thursday, March 15, 2012

કેસુડો

ચડ્યો ફાગણનો ફાગ અને મારા વનનો મ્હોર્યા કેસુડો લાલ ,
વન આખું મઘમઘતું થયું મારા કેસુડે કરી સુગંધની લ્હાણ.

બદલાઈ ગઈ કાયા ઉપવનની ફેલાઈ ખુશીઓની ખાણ.
નાં પૂછો રાનમાં કેમ કરી રહીએ અહી ફૂલ ઝર્યા ને બાદ.
    રેખા


(કેસુડો - જુવાની)
(રાન- જીવન )
મારા હૈયામાં ફાગણ ફોરમતો લાલ,
કાલ ચાલી જાશે તેનો ઉડતો ગુલાલ.
કાળજે આવ્યો તેનો ઉઠતો અણસાર.
કઈ કારણ વગર કેમ હૈયું સોરાય..રેખા

No comments: