Monday, March 5, 2012

કામણગારા નયનો


કામણગારા નયનો થી કામણ અહી કોણે કર્યા?
ખુલ્લી આંખોથી અનોખા આ ઉજાગરા કોણે કર્યા?
આપણે તો સ્મરણોને મોઘમમાં સાચવ્યા હતા
સ્મિતના મીઠા મલકારા ખુલ્લા અહી કોણે કર્યા?
જોખમાશે બધી છુપાવેલી અજબ પ્રેમની વાતો,
ઢાંકેલી રાતમાં આકાશી અજવાળા આ કોણે કર્યા?
પ્રેમના સરવાળામાં શું મેળવ્યું ને શું જવાનુ છે?
દિલ સાથે પ્રેમનાં સદા સરવાળા અહી કોણે કર્યા

કિસ્મતની રેખા સાથે સદા અણબનાવ ચાલે મારે
સપનાં મહી અડધી રાતે,ભણકારા અહી કોણે કર્યા
પ્રેમના સરવાળા માં શું મેળવ્યું ને ગુમાવ્યું શું
શાન થી સ્નેહે પુરા અરમાન અહી કોણે કર્યા?
રેખા પટેલ

મહી

No comments: