Tuesday, October 23, 2012

નીરખી તમને

નીરખી તમને આછું આછું મલક્યાનું યાદ છે,
આંખોથી ઝરતી શબનમ ઝીલ્યાનું યાદ છે.

હોઠ અમારા તઈ કંપ્યા હતા જરા જરા,
નાં બોલ્યા કઈ તોય ઘણું કહેવાયાનું યાદ છે.
 
દિલ તો મુઠ્ઠી જેટલું લાગતું હતું છતાય,
હૈયે હેતથી આખો દરિયો ઉભરાયા નું યાદ છે
રેખા

ખુલ્લી આંખે સપના

ઊંડા જખમની એક અલગ જગા હોય છે,
આમ સમજી એ ડાઘને સહર્સ વધાવી લીધો.

દરેક વેદનાની એક આગવી મજા હોય છે,
હાથે કરીને બીમારી ને આગળ વધવા દીધી.

ખુલ્લી આંખે સપના જોવાની રજા હોય છે,
આમ વિચારી બંધ આંખે દિવસ વિતાવી દીધો.

યુગો થી થતા ઇન્તઝારની એક સદા હોય છે,
હાથે કરી મારી જાત ને પણ મેં ભુલાવી દીધી.

પ્રેમ પથ પર ચાલવાની અલગ સજા હોય છે,
આમ સમજી લાગણીને જાતે કતલ કરી દીઘી.

રેખા (સખી ) ૧૦/૨/૧૨

वक्त के हाथों एक मै खिलौना

वक्त के हाथों एक मै खिलौना मानता हूँ.
बुलबुला पानी का मेरी औकात जानता हूँ,

धुप हवा मेरी जान के दुश्मन मानता हूँ,
हैं पानी संग मेरा रिश्ता आबाद जानता हूँ.

आज जिएँ कल मरना है ये सच मानता हूँ,
दो पलका क्षणिक मेरा जीवन जानता हूँ.

हँसके मुझे है जान छिड़कना मानता हूँ,
हवा संग कैसे घुल मिल जाना जानता हूँ .

ख़ुद को खोके बच्चोको हँसता मानता हूँ,
ना कही किसी हाथो में रुकना जानता हूँ .

रेखा (सखी ) 

 

વૃક્ષ જાતે બન્યું બંજર

ચાર બુંદોની ફુહાર વૃક્ષને ફૂટી એક કુંપળ,
બે જણ્યા નવતર લીલુડા પાન અતિ કોમળ.
ખેચી સઘળો રસકસ સીચ્યાં બાળ હરપળ,
એક હવાની લહેરખી પત્તા ઉડવાને તત્પર,
સમય ની પાનખર વૃક્ષ જાતે બન્યું બંજર.:(
રેખા (સખી )

એક એવી અલૌકિક નજર

એક એવી અલૌકિક નજર તું આપજે જરૂર.
ફક્ત તનેજ ત્રિલોકે સઘળે બસ જોવે જરૂર,
એક દિવસ પરલોકે મળવા આવીશ જરૂર,
તું છે જ્યાં ત્યાનું સરનામું પ્રભુ આપજે જરૂર.
રેખા

फुलोसे ही गुलदस्ता बनता है

किसने कहे दिया फुलोसे ही गुलदस्ता बनता है
सलीके से तराशे तो पत्थर भी सुन्दर लगता है.

जब अपनो का साथ हो हर दर्द दवा बनती है
दिलमें भरा हो प्यार तो घर खुदाका लगता है

ग़मों से निढाल दिलमे प्यारसे हौसला बढ़ता है
तुम्हारे आने से आलम सारा बदला लगता है
 
जहान भरकी भले ही हमने की शेरो सायरी है
एक तेरे गुनगुनाने से हर बोल ग़ज़ल लगती है
 रेखा (सखी ) 10/23/12

 

કોણ કહે છે આત્માને નિરાકાર

હું શાને નાં કરું આટલો અહંકાર
જગતનાં સ્વામીને મેં ચીતર્યો આજ.

ઉગતા નો સહુ કરે છે જયકાર
સુર્ય ચંદ્ર ને પડછાયે મેં નોતર્યા આજ.
 
કોણ કહે છે આત્માને નિરાકાર
અહં બ્રમ્હ ને હાથે કરી મેં છેતર્યો આજ.
 
શું લખશે વિધાતા મારા નશીબ માં
રેખા બની બધે હથેળીમાં પ્રસર્યો આજ.

શબ્દોમાં હું શું વધુ ઓળખ દઉં મારી
અંતે સીતાજી જેમ અગ્નિમાં પ્રવેશ્યો આજ.
રેખા (સખી) 10/18/12
 

एक वहेम था हमें

एक वहेम था हमें सायद कभी मिलोगे तुम
भूलकर सब रस्मो रिवाज चले आओगे तुम

जिंदगी सूखे पत्तो का ढेर है जानते हो तुम.
फिरभी आग इश्क की इनमे लगाते हो तुम.

ख़्वाब जिन्दगी भरका जो इन आखों ने देखा,
आप बेवक्त अश्कों गिराके उन्हें घुलते हो तुम.

कुछ और तो सरकार आपको अब आता नहीं,
फिरसे जाकर इश्क में इंतजार कराते हो तुम.
रेखा (सखी ) 10/15/12