Showing posts with label ગુજરાતી કાવ્યો. Show all posts
Showing posts with label ગુજરાતી કાવ્યો. Show all posts

Tuesday, October 23, 2012

કોણ કહે છે આત્માને નિરાકાર

હું શાને નાં કરું આટલો અહંકાર
જગતનાં સ્વામીને મેં ચીતર્યો આજ.

ઉગતા નો સહુ કરે છે જયકાર
સુર્ય ચંદ્ર ને પડછાયે મેં નોતર્યા આજ.
 
કોણ કહે છે આત્માને નિરાકાર
અહં બ્રમ્હ ને હાથે કરી મેં છેતર્યો આજ.
 
શું લખશે વિધાતા મારા નશીબ માં
રેખા બની બધે હથેળીમાં પ્રસર્યો આજ.

શબ્દોમાં હું શું વધુ ઓળખ દઉં મારી
અંતે સીતાજી જેમ અગ્નિમાં પ્રવેશ્યો આજ.
રેખા (સખી) 10/18/12
 

Sunday, August 26, 2012

તારી જન્માષ્ટમી નો ઉત્સવ હું કેમ ભૂલું

 
 
 

Tuesday, May 29, 2012

હવે મનમુકી તુ વરસ

મને પ્રિતની તરસ સખી હવે મનમુકી તુ વરસ

 ઉર્મિઓના ખેલમાં એટલી તરસ હવે તુ વરસ.

 પ્રિયની સમીપમાં કઈ ખાલી ગીતો ગવાય નહિં,

તરસ્યા અમે,લઈ હથેળીમાં આકાશ હવે તુ વરસ.

 તનેય પ્રેમની તરસ,ભરચોમાસે કોરા રહેવાય નહી.

 સખી પ્રેમ ને ઘટના કહેવાય નહી હવે તુ વરસ.
રેખા

Friday, May 11, 2012

મારા હકથી વધારે મારે કઈ ન જોઈએ

મારા હકથી વધારે મારે કઈ ન જોઈએ
મારા સમીપ આવતા જો તારા ઉરના ધબકાર વધી જાય...
એ મારા પ્રેમની નિશાની છે.
મને પ્રેમનો મીઠો બધોય બદલો જોઈયે.

મને જોતા જ તારા મુખ પર અજબ સાંતા વળી જાય...
એ તારા સુખની નિશાની છે.
મને બદલામાં સો મણ સુખ જોઈયે.

આખા દી' ની જલન પછી મારા સ્પર્સ માત્રથી સાંજ સુધરી જાય..
એ મારા પ્રેમની શીતળતા છે.
મને બદલા માં સપના હજાર જોઈયે.

મારા સ્મરણ માત્ર થી તારા પ્રેમનાં ફૂલો ખીલીને જો મહેકી જાય...
એ તારા પ્રેમ ની ગરમાઈ છે.
બદલા માં મહેકમાં ઓગળવા જોઈયે

મારા હકથી વધારે મારે કઈ ન જોઈએ.
રેખા
રેખા પટેલ

ઠાલો કરો છો "વિનોદ"

છે પ્રેમ આપનો કે પરવશતા મારી,
" વિના"તમારા દિલને બહેલાવી શકતી નથી .

કહેવી છે લાખો વાત લાગણીઓ ની,
 ચાર શબ્દોમાં તમને સમજાવી શકતી નથી.

 રંગ છે હજારો આ જીવન મહી,

પ્રેમરંગ "વિના" કોઈ રંગથી સજાઈ શકતી નથી.

 તો પણ પુછોછો તમે વારંવાર , શું તું ચાહે છે મને ?

પાગલ છો તમે આમ સાવ ઠાલો કરો છો "વિનોદ"
.
આટ-આટલા વરસો સુધી અમારી ઘેરી નિગાહો ખોટું બોલી શકતી નથી :))
રેખા

Thursday, April 26, 2012

ઝાકળના ટીપા જેવો ટપકે

ઝાકળના ટીપા જેવો થઈને ટપકે કોઈ,
ક્ષણભર માં થઈ હવા સંગ સરકે કોઈ.
પાંપણો નીચે આંસુ થઈ ઝળકે કોઈ,
યાદોમાં શુક્રનો તારો થઈ ચમકે કોઈ...

તારા સુધી પહોંચવુ અશક્ય તો નહોતુ.....
તારા માટેજ ચમકતા તારાને પ્રાર્થના કરી.
અચાનક ક્યાંથી વીજળી ની જેમ આંખો ચમકી,
કાજલ સજાવેલ આંખોથી રહી રહી કોઈ બુંદ ટપકી.
ઝળઝળિયા ભરેલ આંખો તને કઈ નહોતી ગમતી,
આજ રહી રહી એક બુંદ ભીની પાંપણો થી સરકી .
 
હવે જો તુ પાછો નહિ આવી શકો તો....
તારા ફોટોને બદસુરત થતા કેમ અટકાવશે ?
તેને પલળવાની આદત પડી ગઈ છે.
આ ગલી હવે યાદો ને નામ થઈ ગઈ છે,
ભૂલથી પણ ક્ષણભરનો સાથ આપી દે ...
રેખા
 
 

વાદળ વરસે છે કે તું ?

સાવ અચાનક મૂશળધારે, ધોધમાર ને નવલખ ધારે,
આ વાદળ વરસે છે કે તું ?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?
ગેબને આરે આભ ઓવારે શ્યામલ શ્યામલ મેઘ ઘેરાયા,
કુંતલ કંઠે આવકારના પ્રીત-ગીત નભમાં લહેરાયા;
ઉત્કટ મિલનની પ્યાસ લઈને, આલિંગન અણમોલ દઈને
આ મનભર મેઘ મળે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?
દાવા છોડી લ્હાવા લઈએ, ભીંજાઈને ભીંજાવા દઈએ,
આજ કશું ના કોઈને કહીએ, મોસમ છે તો વરસી રહીએ;
તરસતણાં ચલ ગીત ભૂલીને, વરસ હવે તું સાવ ખૂલીને,
હવે કોઈ પાગલ કહે તો શું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?
-તુષાર શુક્લ

સાવ અણધાર્યું કોઈ ગમી જાય

પ્રેમમાં તો એવું યે થાય છે, સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે,
પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી, ઉડવાનું સંગાથે થાય છે;
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
આકાશે આષાઢી વાદળનો વૈભવ ને છાતીમાં અણજાણ્યો ડૂમો,
ઝરમરની આંખોમાં જામે તૈયારી તમે પાલવને એકલાં જ ચૂમો;
ત્યારે અંદરથી મેઘ કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે એવું પથારીમાં લાગે,
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને કંઠે કોઈ શોષ બની જાગે;
ત્યારે અંદર વસંત કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
ઓરડાની એકલતા થથરાવી જાય અને હૈયું આ સાથ કોઈ માગે,
હાથ મહીં હાથ હો ને ગમતો સંગાથ હો તો રુંવાડે આગ કોઈ જાગે;
ત્યારે અંદર હેમંત કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
મોસમ બદલાય ભલે, મનડું બદલાય નહીં પ્રીત તણી રીતો બદલાય છે,
પ્રેમમાં જો હોઈએ તો પ્રેમમાં જ રહીએ, બસ એવું એવું પ્રેમમાં તો થાય છે;
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
-તુષાર શુકલ

સખી, દે તાલી

તુષારભાઈનાં ગીતો વિશે જેટલું લખું એટલું ઓછું જ પડે,કલમને હેઠે જ મૂકી દેવી પડે...
                  એકેએક રચના ગીતો બહુ સુંદર હોય છે
ટહૂકે ટહૂકે ઓગળવુ એ પ્રેમ, સખી, દે તાલી !
આ વધઘટ મનમાં વ્હેમ, પ્રિયે, લે તાલી… દે તાલી !
અધ-મધરાતે ઊડી જતાં એ સપનાં કેરાં સમ,
આંખોના આકાશમાં હોયે કાં’ક તો નીતિ નિયમ;
પરવાળાના ટાપુ જેવી નીંદરને ના લડીએ,
પાંપણ પાળે પ્રીત વસે છે એને જઈને કહીએ.
હોવું આખું મ્હેંક મ્હેંક કે પ્રેમ, સખી, દે તાલી !
આ વધઘટ મનમાં વહેમ, પ્રિયે લે તાલી… દે તાલી !
આપણી વચ્ચે બે કાંઠે આ જમુનાજીનાં જલ,
અહીં ઓગળે હોવું ને ત્યાં ઓગળ તું પલ પલ;
નક્શાની નદીઓને માથે ચિતરાયાનો શ્રાપ,
અધક્ષણ ઉપરવાસમાં મૂઠ્ઠી ચોમાસા શું આપ !
સૂર્યમુખીના સંબંધોની પરવશતાનાં પ્રેમ, સખી, દે તાલી !
આ વધઘટ મનમાં વહેમ, પ્રિયે લે તાલી… દે તાલી !
-તુષાર શુક્લ

Sunday, March 11, 2012

શોધ

રાધાની લટની લહેરાતી કાળાશે
ખોવાયો ક્હાન કેમ શોધું?
આખું આકાશ એક રંગે છવાયું
એમાં મનગમતો વાન કેમ શોધું?

એક તો વૃંદાવન કેડી
ને કેડી પર ઉગ્યા કદંમ્બ કેરા ઝાડ
હળવો હડસેલો લાગે લહેરીને
સૌરભના અણધાર્યા ઉઘડે કમાડ

સમજું સૈયર તમે ઘરભેગી થાઓ
હવે ભુલી હું ભાન કેમ શોધું?

ઉડતા વિહંગ કેરા ટહુકા વણાયા હશે
વહેતી હવાની કોઇ લહેરમાં
ગોકુળનો મારગ તો ઢૂંકડો લાગે છે
હવે સમજાવો કેમ જવું ફેરમાં

યમુનાના વ્હેણનું તરંગાતું ગાન
એમાં મનગમતી તાન કેમ શોધું?

- હરીન્દ્ર દવે

તું, યાદ આવે છે, બાઈ !


તું ગઈ છે ત્યારથી
તું, યાદ આવે છે, બાઈ !

તું ગઈ છે ત્યારથી
………હા, ત્યારથી જ


તું નથી, હા નથી, પણ છે
તું, તેજસ્વી, સર્વત્ર છે, બાઈ

યાદ આવે છે તારું વ્હાલ, બાઈ
ભરેલા પણ સુના ઘર માં,

…………તારી ખામી રહે છે, બાઈ

પણ હવે, તારા તેજ થી જીવવાની વાત સમજાઈ

થાળી માં પીરસીને, રોટલી નો ટુકડો
મોં માં મુકતી હતી, તું બાઈ


વ્હાલ, હવે મારી ફરજ છે, એ વાત સમજાઈ


સાચવી ને જ જે ભાઈ
વેલો ઘેર આવ જે ભાઈ
અજાણ્યા થી દૂર રે જે ભાઈ
લારી નું ના જમ તો ભાઈ
પ્રભુ ને ના વિસરતો ભાઈ
…………….આ વાતો હવે સમજાઈ


તું જીવિત છે તારા શબ્દો થી, બાઈ
હું પણ એ જ કહી રહ્યો છું, બાઈ
હું પણ વ્હાલ ફેલાવી રહ્યો છું, બાઈ
તારા જ તેજ થી પ્રકાશી રહ્યો છું, બાઈ

હજુ આંસુ આવે છે, બાઈ
રોકાશે કદી એ, બાઈ ?

તારો નાનકો જનક - ૧૧/૧૦/૨૦૧૧

તમે યાદ આવ્યાં

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

હરીન્દ્ર દવે

સ્થાન

જ્યાં દિલ ને થાય હાશ, એવું કાશ! ઘર મળે,
શું થાય જો આ શોધ નો છેડો કબર મળે ?!

વિકસી ને દુનિયા કેટલી આગળ વધી, જુઓ!
માણસ મળે તો આંખ માં જીવન વગર મળે.

સચ્ચાઈ ના ચલણ વડે વીતે શું જીંદગી?
જૂઠ્ઠાં ને આજે જે મળે, સઘળું પ્રવર મળે.

તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.

છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંક થી તારી ખબર મળે.

શબ્દો ના રસ્તે ચાલી ને મળતો રહું તને,
ઈચ્છું છું હર જનમ માં મને આ સફર મળે.

- વિવેક મનહર ટેલર

તમારો સાથ

મને હું ગમું છું પણ જ્યારે પણ તમારી સાથે હોઉં છું
ત્યારે હું પંણ મારી જાતને તમારી આંખેથી મને જોઉ છું
દર્પણની સામે જોઇને હું ક્યારેક એકલી એકલી હસું છું
પ્રતિબિંબ બનું છું જ્યારે તમારી આંખોથી મને જોઉં છું

ફુલો ને વેણી ગજરાથી સજવાનો મને તો બહું શોખ છે
સુંગધી ઉઠું જ્યારે તમારી આંખેથી ખિલતી મને જોઉં છું
મારી ઘુંઘરાળી લટૉથી રમવાનો મને બહું પણ શોખ છે
લટકો કરતી જાય લટૉ જ્યારે તમારી અદાથી મને જોઉં છું

મારી બિન્દાસ ને અલ્લડ અદાનાં દિવાનાઓ અનેક છે.
ખૂદ શરમાંઇ જાંઉ છું જ્યારે તમારી આંખોથી મને જોંઉ છું
તમારા સાનિધ્યમાં લાગે કે તમે મારી યુવતાને સતાવે છે
મુગ્ધતા જાગી ઉઠે છે,જ્યારે તમારી ગઝલમાં મને જોંઉ છું

કદી નહોતો મારી જિંદગીમા આવો મજાનો રેશ્મી માહોલ
પંખીનાં પીંછાની માવજતમાં જ્યારે સચવાતી મને જોઉ છું
લાગણીના તાર ઝંઝોડી નાખે છે જ્યારે મને દુઃખી જુઓ છો
તમે સહેલાવો,ત્યારે તમારા વ્હાલમાં ભીંજાતી મને જોઉ છું

નરેશ કે.ડૉડીયા

પરિચય ને પ્રણય

પરિચય ને પ્રણય આ જગતમાં અચાનક રચાઇ જાય છે
ફૂલોની સુંગધ નાશીકાને સ્પર્શીને દિલમાં સમાઇ જાય છે

ફૂલોને જોઇને ભંવરાઓ એમ જ થોડા ખૂશ થઇ જાય છે?
સુંગધનું આમત્રંણ આવતાં આ ભંવરાઓ હરખાઇ જાય છે

કંટક ને ફૂલોનો હમેંશા સ્ત્રી ને પુરુષ જેવો સંબધ હોય છે
ફૂલોને કાંટા વાગે તો જ લોહીની કિંમત સમજાઇ જાય છે

ઝાકળ પહેરીને સવારે ફૂલો સુકુમારસા શરમાતા હોય છે
સુરજ તપતાં ફૂલોની નગ્નતાની કિંમત પરખાઇ જાય છે

બાગમાં ફૂલો પર માળીની નિગરાણી તો હમેંશા રહેવાની!
શોખિન ભંવરાઓને જોઇને ફૂલોનું હીર ઝંખવાઇ જાય છે!

પ્રેમ ને આકર્ષણ હમેંશાં પ્રકૃતિદત્ત થઇને વર્તે છે ઍટલે!
સંબધોનું પારણું પ્રેમ ને આકર્ષણ વચ્ચે બંધાઇ જાય છે

‘શ્રી૧|’લખ્યાં પછી જ ચોપડે શુકનવંતી શરૂઆત હોય છે
ગમતું નામ તો ગમે ત્યારે એટલે હથેડીમાં લખાઇ જાય છે

પ્રંબધીત ક્ષેત્રોમાં તો પુછયા વિના થોડું પ્રવેશી શકાય છે?
ગમતી વ્યકિત માટે પ્રવેશીબંધીનું પાટીયું બદલાઇ જાય છે

આમ તો ભલે એમની સાથે કશી લેણાદેણીનો સંબંધ નથી
‘નરેન’એમની છબીને જોઇને મુખડું કેમ મલકાઇ જાય છે?

નરેશ કે.ડૉડીયા