Tuesday, May 29, 2012

હવે મનમુકી તુ વરસ

મને પ્રિતની તરસ સખી હવે મનમુકી તુ વરસ

 ઉર્મિઓના ખેલમાં એટલી તરસ હવે તુ વરસ.

 પ્રિયની સમીપમાં કઈ ખાલી ગીતો ગવાય નહિં,

તરસ્યા અમે,લઈ હથેળીમાં આકાશ હવે તુ વરસ.

 તનેય પ્રેમની તરસ,ભરચોમાસે કોરા રહેવાય નહી.

 સખી પ્રેમ ને ઘટના કહેવાય નહી હવે તુ વરસ.
રેખા
મને પ્રિતની તરસ સખી હવે મનમુકી તુ વરસ
ઉર્મિઓના ખેલમાં એટલી તરસ હવે તુ વરસ.
પ્રિયની સમીપમાં કઈ ખાલી ગીતો ગવાય નહિં,
તરસ્યા અમે,લઈ હથેળીમાં આકાશ હવે તુ વરસ.
તનેય પ્રેમની તરસ, ભરચોમાસે કોરા રહેવાય નહી.
સખી પ્રેમ ને ઘટના કહેવાય નહી હવે તુ વરસ.
રેખા

તે ગઝલ છે

શું શબ્દો વિચારો સરલ ભાષા માં રેલાય તે ગઝલ છે ??
શું લય તાલ માં લાગણીઓ ને બાંધવી તે ગઝલ છે ??
શું છંદ અને લગાગાગા નો શાબ્દિક સાથ ગઝલ છે ??
ગઝલ તો એજ કે.....
જો દિલની નિખાલસ ભાષા અને મસ્તી છલકાય તે ગઝલ છે.
... જો કહેનાર અને સાંભળનાર આંખોથી મલકાય તે ગઝલ છે.
જો સ્પર્સોની બાદબાકી ને પ્રેમનો ગુણાકાર થાય તે ગઝલ છે
શબ્દો થકી મારી તારા લગી પહોચતી લાગણીઓ ગઝલ છે.
રેખા પટેલ

अपनी परछाई में विलीन करलो ...

जब चाँद ना निकले बादलों से
और रात बहुत गहरी लगे
तब तुम मेरा हाथ थामलो,
घनघोर अंघेरे में बनके दिया तुम साथ रहो...

... जब गरजते हो बादल घने,
और तूफ़ान घिरने लगे
तब तुम मेरे साथ रहो,
अपने सायेमें छुपाके बारिस में पास रहो...

बरसती चैत्र की कड़ी घूप में,
अपने आप में पिघलने लगू
तुम वटवृक्ष की छाया बनकर,
अपनी परछाई में विलीन करलो ...
 

Thursday, May 17, 2012

दुर लगता है,

कोइ पास रहते हुए भी दुर लगता है,
कभी बेसुरा नग्मा भी सुर लगता है,

हमने गुजारी ताउम्र तेरी ही बाहों मे,
अब हर चहेरेमें तेरा ही नूर लगता है,

तुम सामने रहो या तो रहो परदे में,
तेरा साया भी चश्म-ए-बद्दुर लगता है,

तेरी खुदाइ को किस कद्र मै बया करु,
हर पथ्थर भी यहां कोहीनूर लगता है,

हुश्न भी बनाया तारीफ-ए-काबील यहां,
जहां जीसे भी देखता हूं, हूर लगता है ।

नीशीत जोशी

બુંદ ઝાકળ

ભલે રહ્યા અમે બુંદ ઝાકળ નાં,
ભલે હોઈયે અમે ક્ષણભર ને
પણ નવડાવી દેશું ફૂલોને
રેખા

કઈક દુખ સાથે
આલીશાન હોટલમા ભરેલા ભોજન ગટરે રેલાય
સામે ની ફૂટપાથે ભૂખ્યા બાળક ના આંસુ રેલાય
ત્યારે સાલુ લાગી આવે….
Rekha

अभी ना जाओ तुम

अभी ना जाओ तुम जान में जान बाकी है
सुनने सुनाने को पूरा इतिहास बाकी है.

हम भी जीते थे कुछ बहोत शान से
अभी मदिरा सा ढुलकाता नशा बाकी है.

महक उठीथी सारी फिजा जो नाम से..
फिर वही मकाम से गुजरना बाकी है.

आज रखलो फीर हाथो मे अपना हाथ,
सब रस्मो-रिवाज से निपटना बाकी है

अब लगता है डर हमें जुदाई के नाम से,
अभी शांति के सुने पथ पर जाना बाकी है.
रेखा
( शांति पथ- मौत की आगोस

वो प्रेम है.

मैं क्या कहूँ..
जीवन के हर पल में तुम साथ रहो...
मुझसे पहले भी ना जाने
कितनी बार रचाई गई है कविता,
जिसमें सिमट गई हो पूरी दुनिया,
वो प्रेम है.
बारिश की रिमझिम फुहारों में है प्रेम,
पंछियों की चहचहाट के सुरो में है प्रेम,
हवाओं की मीठी गंध में....
बहेते ज़रनो की तरंग में है प्रेम.
यह इक रंग ऐसा है जो हर रंग पर है भारी,
उम्रके हर ढहेराव मे चेहरे पर फैलाता है लाली.
रंग दो आज मुझको अपने इस रंग में.
जैसे तुम्हारा नाम है वैसे ही तुम्हारा साथ,
"विनोद "संग ऐसे ही रंगो कि बरसात करो.
तुम संग मेरे पुनर्जन्म लेने का उपकार करो.
रेखा पटेल.

શામળા તારીજ છબી

કંપતા મનવીણા નાં તાર તારી એક ઝલક થીજ ઝંકૃત થાય હવે,

 મારા મન દર્પણમાં શામળા તારીજ છબી હોવાનો મને ભાસ હવે,

મારામાં પણ છાયારૂપે તું જ હોય તો બધુ છોડીને સામે આવ હવે,

મારા જ મનને ઓળખુ હું,મને હું હોવાનો થાય આભાસ થાય હવે.
રેખા jsk


  jsk.

મૌન નુ મોઘેંરુ જણસ

મને મૌન નુ મોઘેંરુ જણસ ગમે
તને સબ્દો નુ બજતુ પાયલ ગમે.
મને તૃપ્તિ નો થિજેલ પહાડ ગમે
તને મસ્ત છલકાવતો ગુલાલ ગમે
તોય તુ મને ગમે તોય હુ તને ગમુ
રેખા

Monday, May 14, 2012

સુખ ના ફુલ.

સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ ,
ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ ….
આટલું કરે કબુલ માનવી તો ...
હર દિલ માં ઉગે …
વિણેલા મોતી

Saturday, May 12, 2012

હાસ્ય સાથે વાસ્તવિકતા

દુનિયાભર માં પુરુષો દડા વડે જાત જાતની રમતો રમતા હોય છે, પરંતુ આખરે તો દરેક રમતમાં દડાની હાલતસરખી થતી હોય છે.
ફૂટબોલના દડાની હાલત હંમેશા ’સુંદર છોકરી’ જેવી હોય છે.
જ્યારે જુઓ ત્યારે ૮- ૧૦ છોકરાઓ એની પાછળ પડેલા હોય છે!
૨ વૉલીબોલના દડાની હાલત ’કદરૃપી છોકરી’ જેવી હોય છે:
દરેક માણસ એને બે હાથ જોડીને દૂર ભગાડવાની કોશિષમાં હોય છે !
૩ જ્યારે રગ્બીના દડાની હાલત ’બિન્દાસ્ત સ્વભાવની ગર્લફ્રેન્ડ’ જેવી હોયછે:
દરેક છોકરો એને બીજા છોકરા પાસેથી છિનવી લેવાના ચક્કરમાં હોય છે!
ગોલ્ફના દડાનો ઠાઠ બિઝનેસમેનની ’પર્સનલસેક્રેટરી’ જેવો હોય છે:
કારણ કે પૈસાદાર લોકો એની પાછળ અઢળક સમય અને નાણાં વેડફી નાંખતા હોય છે!
૫ હોકીના દડાની હાલત પરીક્ષામાં બેઠેલી ’ઠોઠ છોકરી’ જેવી હોય છે!
અરે, બધા એને ’પાસ’ કરવા માટે ડંડા લઈને પાછળ પડી ગયા હોય છે!
૬ ક્રિકેટના દડાની સ્થિતિ ’પરણી ગયેલી સુંદર સ્ત્રી’ જેવી હોયછે:
એકના હાથમાં આવી જાય પછી બીજા બધા તાળીઓ પાડેછે !
અને ટેનિસના દડાની હાલત ’ખખડી ગયેલી’ સ્ત્રી જેવી હોય છે:
એક કહે છે ’તું રાખ…’ બીજો કહે છે ‘તું રાખ ...  હિતેન દુબલ
(હાસ્ય સાથે વાસ્તવિકતા ,કરુણ પણ કઈક અંશે સત્ય ) by rekha patel

Friday, May 11, 2012

મારા હકથી વધારે મારે કઈ ન જોઈએ

મારા હકથી વધારે મારે કઈ ન જોઈએ
મારા સમીપ આવતા જો તારા ઉરના ધબકાર વધી જાય...
એ મારા પ્રેમની નિશાની છે.
મને પ્રેમનો મીઠો બધોય બદલો જોઈયે.

મને જોતા જ તારા મુખ પર અજબ સાંતા વળી જાય...
એ તારા સુખની નિશાની છે.
મને બદલામાં સો મણ સુખ જોઈયે.

આખા દી' ની જલન પછી મારા સ્પર્સ માત્રથી સાંજ સુધરી જાય..
એ મારા પ્રેમની શીતળતા છે.
મને બદલા માં સપના હજાર જોઈયે.

મારા સ્મરણ માત્ર થી તારા પ્રેમનાં ફૂલો ખીલીને જો મહેકી જાય...
એ તારા પ્રેમ ની ગરમાઈ છે.
બદલા માં મહેકમાં ઓગળવા જોઈયે

મારા હકથી વધારે મારે કઈ ન જોઈએ.
રેખા
રેખા પટેલ

ઠાલો કરો છો "વિનોદ"

છે પ્રેમ આપનો કે પરવશતા મારી,
" વિના"તમારા દિલને બહેલાવી શકતી નથી .

કહેવી છે લાખો વાત લાગણીઓ ની,
 ચાર શબ્દોમાં તમને સમજાવી શકતી નથી.

 રંગ છે હજારો આ જીવન મહી,

પ્રેમરંગ "વિના" કોઈ રંગથી સજાઈ શકતી નથી.

 તો પણ પુછોછો તમે વારંવાર , શું તું ચાહે છે મને ?

પાગલ છો તમે આમ સાવ ઠાલો કરો છો "વિનોદ"
.
આટ-આટલા વરસો સુધી અમારી ઘેરી નિગાહો ખોટું બોલી શકતી નથી :))
રેખા

લડવા પણ નથી દેતી..

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી

હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે
એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી
...
જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી

ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના
ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી

કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી
હેમંત પુણેકર

કોઈ દાદ ન આપે તો ભલે

તમે મળતા નથી ક્યાંથી ખીલે ઉન્માદનાં ફૂલો
દિલાસો દેવા ફૂટી નીકળે બસ યાદનાં ફૂલો

તમે પાછા વળો એવું વીનવવાને જ ખીલ્યાં’તાં
પડ્યા છે ચોતરફ ચિમળાઈને મુજ સાદનાં ફૂલો
...
નજર ચોરો તો ચુભે છે જૂના વિખવાદના કાંટા
નજર મળવા દો, ખીલવા દો ફરી સંવાદનાં ફૂલો

મટે કઈ રીતે અધરો વચ્ચેનું મઘમઘતું આ અંતર
કદી તો બાજુએ કરવા પડે મરજાદનાં* ફૂલો

વરસતા જળનાં ટીપાં રોડ પર પટકાતા જોયા છે?
જે તૂટતા તૂટતા ખીલવી જાય છે વરસાદનાં ફૂલો

ગઝલનું દર્દ સમજી કાઢો એને કોક કાંટાથી
આ શું લોકોની માફક ફેંકો છો બસ દાદનાં ફૂલો?

 હેમંત પુણેકર..

 કોઈ દાદ ન આપે તો ભલે,
બસ એક સ્મિત આપો કદર થઈ જસે ...