Friday, May 11, 2012

કોઈ દાદ ન આપે તો ભલે

તમે મળતા નથી ક્યાંથી ખીલે ઉન્માદનાં ફૂલો
દિલાસો દેવા ફૂટી નીકળે બસ યાદનાં ફૂલો

તમે પાછા વળો એવું વીનવવાને જ ખીલ્યાં’તાં
પડ્યા છે ચોતરફ ચિમળાઈને મુજ સાદનાં ફૂલો
...
નજર ચોરો તો ચુભે છે જૂના વિખવાદના કાંટા
નજર મળવા દો, ખીલવા દો ફરી સંવાદનાં ફૂલો

મટે કઈ રીતે અધરો વચ્ચેનું મઘમઘતું આ અંતર
કદી તો બાજુએ કરવા પડે મરજાદનાં* ફૂલો

વરસતા જળનાં ટીપાં રોડ પર પટકાતા જોયા છે?
જે તૂટતા તૂટતા ખીલવી જાય છે વરસાદનાં ફૂલો

ગઝલનું દર્દ સમજી કાઢો એને કોક કાંટાથી
આ શું લોકોની માફક ફેંકો છો બસ દાદનાં ફૂલો?

 હેમંત પુણેકર..

 કોઈ દાદ ન આપે તો ભલે,
બસ એક સ્મિત આપો કદર થઈ જસે ...

No comments: