Showing posts with label ગુજરાતી કાવ્ય ( ગમતી રચનાઓ). Show all posts
Showing posts with label ગુજરાતી કાવ્ય ( ગમતી રચનાઓ). Show all posts

Saturday, May 12, 2012

હાસ્ય સાથે વાસ્તવિકતા

દુનિયાભર માં પુરુષો દડા વડે જાત જાતની રમતો રમતા હોય છે, પરંતુ આખરે તો દરેક રમતમાં દડાની હાલતસરખી જ થતી હોય છે.
૧ ફૂટબોલના દડાની હાલત હંમેશા ’સુંદર છોકરી’ જેવી હોય છે.
જ્યારે જુઓ ત્યારે ૮- ૧૦ છોકરાઓ એની પાછળ પડેલા હોય છે!
૨ વૉલીબોલના દડાની હાલત ’કદરૃપી છોકરી’ જેવી હોય છે:
દરેક માણસ એને બે હાથ જોડીને દૂર ભગાડવાની કોશિષમાં હોય છે !
૩ જ્યારે રગ્બીના દડાની હાલત ’બિન્દાસ્ત સ્વભાવની ગર્લફ્રેન્ડ’ જેવી હોયછે:
દરેક છોકરો એને બીજા છોકરા પાસેથી છિનવી લેવાના ચક્કરમાં હોય છે!
૪ ગોલ્ફના દડાનો ઠાઠ બિઝનેસમેનની ’પર્સનલસેક્રેટરી’ જેવો હોય છે:
કારણ કે પૈસાદાર લોકો એની પાછળ અઢળક સમય અને નાણાં વેડફી નાંખતા હોય છે!
૫ હોકીના દડાની હાલત પરીક્ષામાં બેઠેલી ’ઠોઠ છોકરી’ જેવી હોય છે!
અરે, બધા એને ’પાસ’ કરવા માટે ડંડા લઈને પાછળ પડી ગયા હોય છે!
૬ ક્રિકેટના દડાની સ્થિતિ ’પરણી ગયેલી સુંદર સ્ત્રી’ જેવી હોયછે:
એકના હાથમાં આવી જાય પછી બીજા બધા તાળીઓ પાડેછે !
૭ અને ટેનિસના દડાની હાલત ’ખખડી ગયેલી’ સ્ત્રી જેવી હોય છે:
એક કહે છે ’તું રાખ…’ બીજો કહે છે ‘તું રાખ ...  હિતેન દુબલ
(હાસ્ય સાથે વાસ્તવિકતા ,કરુણ પણ કઈક અંશે સત્ય ) by rekha patel

Friday, May 11, 2012

લડવા પણ નથી દેતી..

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી

હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે
એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી
...
જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી

ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના
ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી

કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી
હેમંત પુણેકર

કોઈ દાદ ન આપે તો ભલે

તમે મળતા નથી ક્યાંથી ખીલે ઉન્માદનાં ફૂલો
દિલાસો દેવા ફૂટી નીકળે બસ યાદનાં ફૂલો

તમે પાછા વળો એવું વીનવવાને જ ખીલ્યાં’તાં
પડ્યા છે ચોતરફ ચિમળાઈને મુજ સાદનાં ફૂલો
...
નજર ચોરો તો ચુભે છે જૂના વિખવાદના કાંટા
નજર મળવા દો, ખીલવા દો ફરી સંવાદનાં ફૂલો

મટે કઈ રીતે અધરો વચ્ચેનું મઘમઘતું આ અંતર
કદી તો બાજુએ કરવા પડે મરજાદનાં* ફૂલો

વરસતા જળનાં ટીપાં રોડ પર પટકાતા જોયા છે?
જે તૂટતા તૂટતા ખીલવી જાય છે વરસાદનાં ફૂલો

ગઝલનું દર્દ સમજી કાઢો એને કોક કાંટાથી
આ શું લોકોની માફક ફેંકો છો બસ દાદનાં ફૂલો?

 હેમંત પુણેકર..

 કોઈ દાદ ન આપે તો ભલે,
બસ એક સ્મિત આપો કદર થઈ જસે ...

Tuesday, March 13, 2012

ભેદ તો ભીતરથી જડે

કોઇ શબ્દોની સમજ સ્વરથી પડે,
બ્રહ્મનો જેમ ભેદ તો ભીતરથી જડે…

રામ છૂપાયાં નથી રામાયણે,
ખોલશો જો દ્વાર તો અંતરથી મળે…

કાષ્ટમાં અગ્નિ છતાં દેખાય ક્યાં?
ના કોઇ ઉકેલ તો ઉત્તરથી મળે…

પ્રેમનો સાચો પરિચય ત્યાગમાં,
ફૂલની પિછાણ તો અત્તરથી પડે…

લાગણીનું પણ સદા એવું જ છે,
ક્યાંથી જન્મી, કયાં જઈ ઢળતી રહે…

હોય શ્રધ્ધા તો દિસે ઇશ્વર ‘રવિ’,
રામ નામે સેતુ તો પથ્થરથી બને

જીવન તો જીવી જાણજે

સમસ્યાના સાગર તરી જાણજે
મળ્યું છે જીવન તો જીવી જાણજે.

પરીક્ષા પ્રભુનેય દેવી પડે…..
થઇ અગ્નિમાં કંચન, તપી જાણજે…

ફુલોથી ઘણું શીખવાનું મળે
પીસાઇનેતું અત્તર બની જાણજે…

તફાવત તું સારાં બૂરાનો સમજ,
દીવાદાંડી જગની , બની જાણજે..

વિધાતાનો કેવો આ ઉપહાર છે.
તું બુધ્ધિની લ્હાણી કરી જાણજે.

પ્રલોભનથી રહીને નિરાળો ‘રવિ’ !
જીવન તો છે ઠીક, પણ મરી જાણજે

નયનને બંધ રાખીને

અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ
( આ મુક્તક કયા કવિનું છે ?? )

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે
નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે
ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.
નિવારણ છો કે કારણ્ ના પડી એની ખબર કઈએ,
ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે.
નથી મસ્તી મહોબ્બત એવુ કઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચુ છે અમે એના મઝારે તમને જોયા છે.
બરકત વિરાણી ‘બેફામ’

નૈન મળે જ્યાં છાના

નૈને નૈન મળે જ્યાં છાના, થાયે બંને દિલ દીવાના
તમને પારકા માનું કે માનું પોતાના

નૈને નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કહેવાના
તમને પારકા માનું કે માનું પોતાના

વાગ્યા નજરોનાં તીર, થયું મનડું અધીર
શાને નૈન છૂપાવો ઘૂંઘટમાં

શરમાઈ ગઈ, ભરમાઈ ગઈ
મેં તો પ્રીત છૂપાવી અંતરપટમાં

મનમાં જાગ્યા ભાવ મજાના, જાણે થઈએ એકબીજાનાં
તમને પારકા માનું કે માનું પોતાના

મળે હાથમાં જો હાથ, મળે હૈયાનો જો સાથ
મને રાહ મળે મંઝીલની

રહે સાથ કદમ, હોય દર્દ કે ગમ
દુનિયાથી જુદી છે સફર દિલની

સાથે કોના થઈ રહેવાના, કહી દો દિલનાં કે દુનિયાનાં
તમને પારકા માનું કે માનું પોતાના

મને તો જોઇએ સત્કાર

સહારો નહિ, મને તો જોઇએ સત્કાર આદરથી,
હું પડછાયો દીવાલોનો નહીં માંગુ કોઇ ઘરથી.

ઊડે એનેય પાડે છે શિકારી લોક પથ્થરથી,
ધરા તો શું, અહીં ખાલી નથી આકાશ ઠોકરથી.

નથી હોતો કિનારો ક્યાંય દુનિયાનાં દુ:ખો માટે,
તૂફાનો કોઇ દી પણ થઇ શક્યાં નહિ મુક્ત સાગરથી.

બૂરા કરતાં વધારે હોય છે મર્યાદા સારાને,
કરે છે કામ જે શયતાન, નહિ થાશે તે ઇશ્વરથી.

શરાબીની તરસ કુદરતથી બુઝાતી નથી, નહિ તો -
ઘટાઓ તો ભરેલી હોય છે વર્ષાની ઝરમરથી.

કમળની પ્યાસ પણ મારા સમી લાગે છે, ઓ ઝાકળ !
સરોવરમાં રહી મુખ ઊંચુ રાખે છે સરોવરથી.

ઘણાં અવતાર છે એવા નથી જાતાં જે પાણીમાં,
ઘણાં જળબિન્દુ મોતી થઇને નીકળે છે સમંદરથી.

ચણી દીવાલ દુનિયાએ તો આપે દ્વાર દઇ દીધાં,
નહીં તો હું જુદો ન્હોતો કદીયે આપના ઘરથી.

વસીને મારા અંતરમાં પુરાવો તેં જ દઇ દીધો,
મને દાવો હતો કે હું તને ચાહું છું અંતરથી.

અસર છે એટલી ‘બેફામ’ આ નૂતન જમાનાની,
પુરાણો પ્રેમ પણ કરવો પડ્યો મારે નવેસરથી.

વ્યર્થ દુનિયામાં પ્રણયને

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે ;
તું નયન સામે નથી તોપણ મને દેખાય છે.

જ્યાં જુઓ ત્યાં બસ બધે એક જ વદન દેખાય છે ;
કોઇને એક વાર જોયા બાદ આવું થાય છે.

એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે ;
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.

આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઇને બહું ઝાંખી રીતે મલકાય છે.

એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુઃખોની પણ ઘટા ઘેરાય છે.

હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.

હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.

પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.

છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.

છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.
બરકત વિરાણી ‘બેફામ’

જીવનના આ જુગારમાં

ના સિન્ધુમાં, નદીમાં કે કોઇ તળાવમાં,
ડૂબી ગયો છું હું મારી જ નાવમાં.

જીવનના આ જુગારમાં રાતો રહી ગઇ,
દિવસો હતા એ હારી ગયો છું હું દાવમાં.

તારી જ ખોટ કિંતુ સતત સાલતી રહી,
જીવી રહ્યો છું નહિ તો ઘણાયે અભાવમાં.

મારી પીડાની વાત વધારીને ના કહો,
છાંટો નહીં ઓ દોસ્ત, નમક મારા ઘાવમાં.

આ ફૂલ, આ ચિરાગ કબર પર વૃથા નથી;
‘બેફામ’ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં.
બરકત વિરાણી ‘બેફામ’