Friday, March 30, 2012

એક કરે મજધારે મુલાકાત ને એક ઉજાગરા થી ફડકારે આંખ.
એકના દિલના દરિયા ઊંડાણ એક આપે ઢાલા વચનોની આશ.
રેખા

Wednesday, March 28, 2012

લંબાવ તારા હાથમાં

હર ફૂલ ખીલ્યાને મૌસમ છે હું પ્રેમની એક મૌસમ લખું
લંબાવ તારા હાથમાં આજ પ્રેમ ની બે ચાર પળ લખું.

વિવાદ છોડીદે આંખમાં તારી અઢળક હું વ્હાલ લખું,
સમય નથી આપણો તોય સપના સતરંગી સાથ લખું

આજ હથેળીનાં દરિયામાં ધીરેથી તરતું તારૂ નામ લખું
તું થોડામાં ધણું સમજે છે પ્રેમની સીધેસીધી વાત લખું..
રેખા.
રેખા

Monday, March 26, 2012

रूह को मौत नहीं आती

हर ख्वाईसे मौनकी कै़द में सुकून से रही होगी,
तभी तो किसी के होने की ख़ुश्बू आती है .

आज रातभी बड़ी सिद्द्तसे से सुलग रही होगी,
तभी तो कही से लोबान की ख़ुश्बू आती है.
...
हरेक शय नजरोको धुँधला सा नजर आता है,
धुआँ है हरतरफ कहीं आग जल रही होगी.

रातने जिन ख़्वाब को अधुरा छोड़ दिया होगा
अधूरे ख़्वाब को सुबह की आश रही होगी,

रूह को मौत नहीं आती वो टहल रही होगी
उसी मेहमान की आज यही ख़ुश्बू रही होगी.....
रेखा

Thursday, March 22, 2012

કલબલતું ગુલાબી બચપણ

કલબલતું મારું ગુલાબી બચપણ અચાનક સાંભરે આજ,
વ્હાલસોયાં કેસરભીના સગપણ જોને ભિજવે મારી આંખ.

ક્યાય હતો નાં મૃગજળ જેવો આડંબર ખોટો પાસ,
ધુળ ભર્યું પણ મંદિર સમું તે આંગણ સ્મરણે આજ.

યાદ છે મધુર સ્મિતે બંધ મુઠ્ઠીમાં હેતે ભરેલ ગુલાલ,
વિના રંગાય તન મારું રંગાયુ'તું મન કસુંબલ લાલ

એ યાદો તાજી થઈ કનડે કઈ દિલના ઝણકાવે તાર,
સ્મરણો માં વાવીને ગુલાબજળ કોઈ જણ મહેકે આજ.

બંઘ કરી બસ આંખ નિહાળું આજ હું એજ કલશોરી સાંજ,
ખુલ્લે આંખ તો મીઠી યાદોથી સંજોગી આંખો ની ભીનાશ.
રેખા

Wednesday, March 21, 2012

my favorite poetry video.

वो कहती है सुनो जाना, मोहब्बत मोम का घर है,
तपिश ये बदगुमानी की, कहीं पिघला ना दे इसको||

मैं कहता हूँ के जिस दिल में, ज़रा भी बदगुमानी हो,
वहां कुछ और हो तो हो, मोहब्बत हो नहीं सकती||

वो कहती है, "सदा ऐसे ही, क्या तुम मुझको चाहोगे?
कि मैं इसमें कमी बिलकुल ग़वारा कर नहीं सकती||"

मैं कहता हूँ "मोहब्बत क्या है, ये तुमने सिखाया है,
मुझे तुमसे मोहब्बत के, सिवा कुछ भी नहीं आता|"


वो कहती है जुदाई से बहुत डरता है मेरा दिल,
के ख़ुद को तुमसे हट कर देखना, मुमकिन नहीं है अब||


मैं कहता हूँ यही खद्से बहुत मुझको सताते हैं,
मगर सच है मोहब्बत में जुदाई साथ चलती है||


वो कहती है बताओ क्या, मेरे बिन जी सकोगे तुम?
मेरी बातें, मेरी यादें, मेरी आँखें भुला दोगे?

मैं कहता हूँ कभी इस बात पर सोचा नहीं मैंने,
अगर इक पल को भी सोचूं तो, सांसें रुकने लगती हैं||


वो कहती है तुम्हे मुझसे मोहब्बत इस क़दर क्यूँ है?
कि मैं इक आम से लड़की, तुम्हे क्यूँ ख़ास लगती हूँ?


मैं कहता हूँ कभी ख़ुद को, मेरी आँखों से तुम देखो,
मेरी दीवानगी क्यूँ है, ये ख़ुद ही जान जाओगी||

वो कहती है मुझे वारफ्तगी से देखते क्यूँ हो?
के मैं ख़ुद को बहुत ही कीमती महसूस करती हूँ||


मैं कहता हूँ मता-ए-जाँ, बहुत अनमोल होती है,
तुम्हें जब देखता हूँ, ज़िन्दगी महसूस करता हूँ||


वो कहती है मुझे अलफ़ाज़ के जुगुनू नहीं मिलते,
तुम्हें बतला सकूँ, दिल में, मेरे कितनी मोहब्बत है||


मैं कहता हूँ मोहब्बत तो निगाहों से छलकती है,
तुम्हारी ख़ामोशी मुझसे, तुम्हारी बात करती है||


वो कहती है बताओ ना, किसे खोने से डरते हो?
बताओ कौन है वो, जिसको ये मौसम बुलाते हैं?

मैं कहता हूँ ये मेरी शायरी है आइना दिल का,
ज़रा देखो बताओ क्या तुम्हें इसमें नज़र आया?


वो कहती है के आतिफ़ जी, बहुत बातें बनाते हो,
मगर सच है कि ये बातें बहुत ही शाद रखती हैं||

मैं कहता हूँ ये सब बातें, फ़साने इक बहाना हैं,
के पल कुछ जिंदगानी के, तुम्हारे साथ कट जायें||

फिर उसके बाद ख़ामोशी का, दिलकश रक्स होता है,

निगाहें बोलती हैं और लब खामोश रहते हैं|

બચપણ એટલે રંગીન શરારત

મીત્રો આજે બચપણ ની યાદો સાથે જોડાવાનુ મન થયુ છે..
બચપણ એક એવો મધુર સબ્દ જાણે કે જાણે સાકર નો કોઈ ટુકડો જીભ પર મુકાઈ ગયો.તેની ખાટી મીઠી યાદો જ્યારે પણ યાદ આવે એક મીઠી મુસ્કાન હોઠો પર ફેલાઈ જાય છે.
હુ તો આજે પણ જ્યારે પણ મારી બચપણની ગલીયો મા ઘુમવા જાઉ છુ તો તેની મીઠી યાદોની ખુશ્બુ થી ભાવુક બની જાઉ છુ.
જ્યારે મન ઉપર કોઈ જુની પુરાની યાદ દસ્તક કરે છે તો,મન સીધુ બચપણ ની ગલીયો મા પહોચી જાય છે,તેમાય ઊનાળા ની ગરમી અને બચપણ સીધો સબંધ ધરાવે છે.
યાદો ની દીવાર પર પહેલુ નિશાન ઉનળા નુ વેકેશન.
કેરીની મીઠી મહેક અને કોયલની મધુર ગુંજ.લખોટી અને ર્ંગીન કાચ ના ટૂકડાથી ભરાયેલ ખિસ્સા,ના કહેવાયેલ કામ પહેલા કરવાનો અજબ તરવરાટ.
બચપણ એટલે રંગીન શરારત અને ખીલ ખીલાટ હસતી જીંદગી,
બચપણ એટલે મહેકતુ ગુલાબનુ ફુલ,ચહેકતુ ઝરણા નુ સંગીત.
સાંજ પડતા ની સાથે ધાબાને ઠંડું કરવા પાણી ભરી ને રાખવુ તેમા છબછબીયા કરવા ...અને અગાસી ઠંડી થાય તે પહેલા તો બચપન તોફાને ચડતુ.
રાત્રે તારાઓ સાથે ની અજબ ગોસ્ઠી, માં-પાપા ની કેટલીય ટોક પછી સપના ભરવા મીંચાતી આંખો..
ક્યારેક દુરથી આવતો ઘૂવડ નો બીહામણૉ આવાજ ડરાવી દેતો અને યાદ આવી જતી ભુત-પ્રેત ની ડરાવની વાતો.પછી હંમેસ ની જેમ જય હનુમાન દાદા નુ સ્મરણ.આજે પણ જ્યારે યાદ કરીયે સ્મ્રુતી પટ પર બધાજ દ્રસ્યો જાણે એક ફિલ્મ ની રિલ ની જેમ તાજા થતા જાય છે.
આજના ટીવી પોગ્રામ જોતા યાદ આવી જાય છે તે દીવસો ના જુના જાણીતા દુરદર્સન ના માલગુડિ-ડેઝ ,રજની,રામાયણ . હમપાંચ, દેખભાઈ દેખ..શુ તમે આ ક્યારેય યાદ કરો છો ?
બસ એક સવાલ હંમેસા સતાવે છે..શુ આપણા બાળકો પાસે આવી કોઈ યાદો જીવંત રહેસે તેમની કાલ માટે? નાતો તેમની પાસે દાદાજી ની વાર્તાઓ છે,ના તે આંબલી પીપળી ની રમત ના સતોળીયુ ના રાત્રે ચમકતા અગાસી ના તારા.બસ તેમની આજ અને તેમની કાલ કમ્યુટર અને વિડીયો ગેમ વચ્ચે પુરાઈ ગઈ છે..અને આજ કારણે તેમની જીંદગી મા નીરસતા આવતી જાય છે..અને આજ કારણે હુ આજે પણ ક્યારેક મારા બાળકો સાથે તેમને મોનોપોલી ની ગેમ મુકાવી દાદીમા એ સીખવેલ સોગઠા રમી લઉ છુ.પણ આ બઘુ ક્યા સુધી..??
રેખા.

world Poetry Day

To day world Poetry Day...Thanks to bring me here.
हम जिन रास्ते को छोड़ आए थे कही दूर
चले आये आपका प्यार थामे पीछे पीछे...

कही एक कलाम हाथो में वसन्त ले आया
मेरे गीतों में उन्माद छाया धीरे धीरे ...

फैली नस नस में बनके लहू शब्दों की आभा
मेरी धमनियों में रक्तिम बह रहा होलै होलै...

चारो और खिलती गई उगते सूरज सी रोशनी
आने लगा कविता में भी निखार जरा जरा ..
रेखा ..
रेखा ..

Monday, March 19, 2012

આ તારી મૌનની પ્રથા આપણી વચ્ચે બહુ શોર મચાવે છે... :))
તારી બહુ બોલકી આંખો,
પ્રેમની સબ્દો વિનાની શબ્દાવલીનું નવું વ્યાકરણ પૂરું પાડે છે....રેખા
૧ ; મારા પ્રણય ના પરિઘમાં નાં ઉતર સાજન,
તારા પરિચયે જ મનની ઉંડાઈ વધી છે ..
રેખા
ન કોઈ રોકે ને ટોકે બસ પલ પલ વહે વિસ્વાસ
નોખા નોખા સગપણ પણ લાગે સહુ એક સ્વાસે..
રેખા
મનનાં ઉઝરડા રહેસ્યા,તેથીજ તો મ્હોરી ગુલમહોર ની લાલાશ.
ભીતરે જરાક એનો અભાવ
હવે કોને કોનો રંગ ચડશે આજ ..
રેખા
कुछ नहीं कहती लबोसे खामोश हूँ मै ,
इसी चाह में के कभी इसी बहाने सामने आकर मेरी नज़रोंको पढ़ लो...
रेखा
જુઓ તો આપણી વચ્ચે છે અંતર એટલું કેવળ,
છે અંતર જેટલું જાણે વદન ને આયના વચ્ચે.
-દિલીપ પરીખ

ભાવ

પ્રેમ ભાવ નું એક સંપૂર્ણ સ્વરૂપ જે અવ્યક્ત છે,
પ્રસરે છે થતા તે વ્યક્ત જીવન મહી રોમેરોમ.
શબ્દ થી શબ્દો વડે એને ના વર્ણવી સકાય,
અનુભતી કરીલો, તેને અંતરે જ પારખી લેવાય.
રેખા

મસ્તી અને મોજ જિંદગી નું એક વળગણ છે ,
દુખ દર્દોનું એ ખુદની સાથે જોડેલું સગપણ છે.
છેવટે બ્રહ્મ જીવતરનું એ જ સાચું દર્પણ છે...
"ચાર દિનકી ચાંદની ફિર અંધેરી રાત..

Saturday, March 17, 2012

ભીંજવે


અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
- રમેશ પારેખ

મરીઝ ના શેર


સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ આવે...મરીઝ

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે,
કે જ્યાં મરીઝજેવો સમજદાર પણ ગયો..મરીઝ

હું કયાં કહું છું, આપની હાહોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ....મરીઝ

એક પળ એના વિના તો ચાલતું નહોતું, ‘મરીઝ
કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ...મરીઝ

સ્મિત નુ કારણ


નહી સમજાય ચહેરે સ્મિત નુ કારણ તમોને
કેટલાયે આકંદ પીધા પછી રીઝી છે જીંદગી..ચન્દ્ર્લેખા રાવ

તમને જોયા અને લાગણીઓ એકસાથે કવિ થઈ ગઈ.
હાર અને જીત બધી વાતો કેટલી અજનબી થઈ ગઈ.
સબ્દોની જરૂર ક્યા પ્રેમની ભાષા મૌનમાં તેજ થઇ ગઈ
રેખા (સખી)

खामोश लब


कुछ नहीं कहती लबोसे खामोश हूँ मै ,
इसी बहाने कभी सामने आकर मेरी नज़रोंको पढ़ लो...रेखा 

ઉઝરડા


મનનાં ઉઝરડા મહોર્યા લાલ આથીજ ગુલમ્હોર ની મ્હોરી લાલાશ.
ભીતરે જરાક એનો અભાવ
હવે કોને કોનો રંગ ચઠાવે પાશ ..રેખા

મૌનની પ્રથા


કોઈ રોકે ને ટોકે બસ પલ પલ વહે વિસ્વાસ
નોખા નોખા સગપણ પણ લાગે સહુ એક સ્વાસે..રેખા

તારી મૌનની પ્રથા આપણી વચ્ચે બહુ શોર મચાવે છે... :))
તારી બહુ બોલકી આંખો,
સબ્દો વિનાનાં પ્રેમની શબ્દાવલીનું નવું વ્યાકરણ પૂરું પાડે છે....રેખા

પ્રણય નો પરિઘમાં


મારા પ્રણય ના પરિઘમાં નાં ઉતર સાજન,
તારા પરિચયે મનની ઉંડાઈ વધી છે ..રેખા

આમ એકલવાયુ નહી રહેવા દે મારી સહુ યાદો મને .
જવાનીમાં યાદ આવે છે ખુદ જવાનીની વાતો મને ..રેખા

Thursday, March 15, 2012

કેસુડો

ચડ્યો ફાગણનો ફાગ અને મારા વનનો મ્હોર્યા કેસુડો લાલ ,
વન આખું મઘમઘતું થયું મારા કેસુડે કરી સુગંધની લ્હાણ.

બદલાઈ ગઈ કાયા ઉપવનની ફેલાઈ ખુશીઓની ખાણ.
નાં પૂછો રાનમાં કેમ કરી રહીએ અહી ફૂલ ઝર્યા ને બાદ.
    રેખા


(કેસુડો - જુવાની)
(રાન- જીવન )
મારા હૈયામાં ફાગણ ફોરમતો લાલ,
કાલ ચાલી જાશે તેનો ઉડતો ગુલાલ.
કાળજે આવ્યો તેનો ઉઠતો અણસાર.
કઈ કારણ વગર કેમ હૈયું સોરાય..રેખા

Wednesday, March 14, 2012

ક્ષિતિજની રેખાએ

ક્ષિતિજની રેખાએ ધરતી આકાશે સાંજ કરી યાદો ભીની,
તારા-જ સ્મરણો થી સજવાઈ નભની બારાત કેસર પીળી,
ડૂબતા સૂરજની સાખે સાંજ આવી સજાઈને સ્મરણો ઘેરી
રેખા

મારી કવિતાની પ્રશંશા

મારી કવિતાની પ્રત્યેક પ્રશંશા સાથે તું પણ મશહૂર થઈ જવાની.

મૌનની આગોશ મા નીકળી પડું સ્મરણોમાં બસ તું જ આવવાની.

ડૂબતા સૂરજની વિદાય પછી પુનમી રાત શું ચાંદ વગર આવવાની?

અજાણે રસ્તે મન મુંઝાય ના,તેથીજ તો રાતરાણી સુગંધ લાવવાની

સંબંધો છોડીને નીકળી પડું હુ અવનવાં સ્વપ્નોને તુંજ સજાવવાની
 
આંખમાં દરિયો છુપાયો છે કાળજૂ કંપાવતી મીઠી યાદ આવવાની

ખૂબ અઘરી સાવ સહેલી એવી અટપટી મુંઝવણ થી તુજ મુંઝવવાની
 
યાદોની ફોરમમાં પોસ્ટ સરનામાં વિના તું અચાનક આવી જવાની
 
મઝધારમાં મારું અસ્તિત્વ ખોવાયા બાદ તારીજ ચર્ચા બધે થવાની.
રેખા પટેલ

Tuesday, March 13, 2012

ભેદ તો ભીતરથી જડે

કોઇ શબ્દોની સમજ સ્વરથી પડે,
બ્રહ્મનો જેમ ભેદ તો ભીતરથી જડે…

રામ છૂપાયાં નથી રામાયણે,
ખોલશો જો દ્વાર તો અંતરથી મળે…

કાષ્ટમાં અગ્નિ છતાં દેખાય ક્યાં?
ના કોઇ ઉકેલ તો ઉત્તરથી મળે…

પ્રેમનો સાચો પરિચય ત્યાગમાં,
ફૂલની પિછાણ તો અત્તરથી પડે…

લાગણીનું પણ સદા એવું જ છે,
ક્યાંથી જન્મી, કયાં જઈ ઢળતી રહે…

હોય શ્રધ્ધા તો દિસે ઇશ્વર ‘રવિ’,
રામ નામે સેતુ તો પથ્થરથી બને

જીવન તો જીવી જાણજે

સમસ્યાના સાગર તરી જાણજે
મળ્યું છે જીવન તો જીવી જાણજે.

પરીક્ષા પ્રભુનેય દેવી પડે…..
થઇ અગ્નિમાં કંચન, તપી જાણજે…

ફુલોથી ઘણું શીખવાનું મળે
પીસાઇનેતું અત્તર બની જાણજે…

તફાવત તું સારાં બૂરાનો સમજ,
દીવાદાંડી જગની , બની જાણજે..

વિધાતાનો કેવો આ ઉપહાર છે.
તું બુધ્ધિની લ્હાણી કરી જાણજે.

પ્રલોભનથી રહીને નિરાળો ‘રવિ’ !
જીવન તો છે ઠીક, પણ મરી જાણજે

નયનને બંધ રાખીને

અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ
( આ મુક્તક કયા કવિનું છે ?? )

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે
નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે
ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.
નિવારણ છો કે કારણ્ ના પડી એની ખબર કઈએ,
ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે.
નથી મસ્તી મહોબ્બત એવુ કઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચુ છે અમે એના મઝારે તમને જોયા છે.
બરકત વિરાણી ‘બેફામ’

નૈન મળે જ્યાં છાના

નૈને નૈન મળે જ્યાં છાના, થાયે બંને દિલ દીવાના
તમને પારકા માનું કે માનું પોતાના

નૈને નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કહેવાના
તમને પારકા માનું કે માનું પોતાના

વાગ્યા નજરોનાં તીર, થયું મનડું અધીર
શાને નૈન છૂપાવો ઘૂંઘટમાં

શરમાઈ ગઈ, ભરમાઈ ગઈ
મેં તો પ્રીત છૂપાવી અંતરપટમાં

મનમાં જાગ્યા ભાવ મજાના, જાણે થઈએ એકબીજાનાં
તમને પારકા માનું કે માનું પોતાના

મળે હાથમાં જો હાથ, મળે હૈયાનો જો સાથ
મને રાહ મળે મંઝીલની

રહે સાથ કદમ, હોય દર્દ કે ગમ
દુનિયાથી જુદી છે સફર દિલની

સાથે કોના થઈ રહેવાના, કહી દો દિલનાં કે દુનિયાનાં
તમને પારકા માનું કે માનું પોતાના

મને તો જોઇએ સત્કાર

સહારો નહિ, મને તો જોઇએ સત્કાર આદરથી,
હું પડછાયો દીવાલોનો નહીં માંગુ કોઇ ઘરથી.

ઊડે એનેય પાડે છે શિકારી લોક પથ્થરથી,
ધરા તો શું, અહીં ખાલી નથી આકાશ ઠોકરથી.

નથી હોતો કિનારો ક્યાંય દુનિયાનાં દુ:ખો માટે,
તૂફાનો કોઇ દી પણ થઇ શક્યાં નહિ મુક્ત સાગરથી.

બૂરા કરતાં વધારે હોય છે મર્યાદા સારાને,
કરે છે કામ જે શયતાન, નહિ થાશે તે ઇશ્વરથી.

શરાબીની તરસ કુદરતથી બુઝાતી નથી, નહિ તો -
ઘટાઓ તો ભરેલી હોય છે વર્ષાની ઝરમરથી.

કમળની પ્યાસ પણ મારા સમી લાગે છે, ઓ ઝાકળ !
સરોવરમાં રહી મુખ ઊંચુ રાખે છે સરોવરથી.

ઘણાં અવતાર છે એવા નથી જાતાં જે પાણીમાં,
ઘણાં જળબિન્દુ મોતી થઇને નીકળે છે સમંદરથી.

ચણી દીવાલ દુનિયાએ તો આપે દ્વાર દઇ દીધાં,
નહીં તો હું જુદો ન્હોતો કદીયે આપના ઘરથી.

વસીને મારા અંતરમાં પુરાવો તેં જ દઇ દીધો,
મને દાવો હતો કે હું તને ચાહું છું અંતરથી.

અસર છે એટલી ‘બેફામ’ આ નૂતન જમાનાની,
પુરાણો પ્રેમ પણ કરવો પડ્યો મારે નવેસરથી.

વ્યર્થ દુનિયામાં પ્રણયને

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે ;
તું નયન સામે નથી તોપણ મને દેખાય છે.

જ્યાં જુઓ ત્યાં બસ બધે એક જ વદન દેખાય છે ;
કોઇને એક વાર જોયા બાદ આવું થાય છે.

એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે ;
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.

આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઇને બહું ઝાંખી રીતે મલકાય છે.

એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુઃખોની પણ ઘટા ઘેરાય છે.

હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.

હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.

પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.

છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.

છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.
બરકત વિરાણી ‘બેફામ’

જીવનના આ જુગારમાં

ના સિન્ધુમાં, નદીમાં કે કોઇ તળાવમાં,
ડૂબી ગયો છું હું મારી જ નાવમાં.

જીવનના આ જુગારમાં રાતો રહી ગઇ,
દિવસો હતા એ હારી ગયો છું હું દાવમાં.

તારી જ ખોટ કિંતુ સતત સાલતી રહી,
જીવી રહ્યો છું નહિ તો ઘણાયે અભાવમાં.

મારી પીડાની વાત વધારીને ના કહો,
છાંટો નહીં ઓ દોસ્ત, નમક મારા ઘાવમાં.

આ ફૂલ, આ ચિરાગ કબર પર વૃથા નથી;
‘બેફામ’ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં.
બરકત વિરાણી ‘બેફામ’

બધું કહી દીઘું



ભલે ને રાખી લીધા અમને કલમ સંગ નજમ સમજી તમારી,
પણ અવેજીમાં રાખી મહેફિલ માં તકદીર અમારી માપી દીઘી.

તમામ પ્રકારો અજમાવી ચુક્યા નમાવવા શીશ અમારું તો શું?
એક મૌનનો હુકમ જારી કરી સહુ ગઝલો અમારી સુણાવી દીઘી .

બધું મેળવી ને પણ અમે અમારું ગુમાવી દીઘું,
તેમણે અમારુ દિલ અમારી પાસેજ વહેચાવી લીધું.

હવે નારાજ છે અમારા થી કે અમે બહુ લખી દીઘું,
ચુપ રહેવા માગતા હતા પણ દર્દે બધું કહી દીઘું.

હવે એ તસ્વીર સાચવીને શું કરશો અમારી,
અમે જાત મરજી થી તેને ચાર છેડે ફાડી લીધી.

મજબુરી હશે કે હાથ નાં ઝાલી શક્યા અમારો,
વિના તેમનો સાથ અમે ચાલતા સીખી લીધું.
અમે તો ચુપ છીએ આ સબ્દોએ બધું કહી દીઘું ..

રેખા :(

કેસુડે રંગેલ સાંજની વાત

આજ કહેવી છે કેસુડે રંગેલ સાંજની વાત,
મારા વણખૂલ્યા હોઠની કહેવી રાઝની વાત,

મારા સ્વપનોના હિંડોળાને ઝૂલવુ છે આજ.
આજ ખેલે હોળી પતંગીયા, ફુલોની સાથ.

કેવુ જોને ભમરાનુ ગુંજન છે રસમાં ચકચૂર;
કરે અઘખીલી કળીઓ સાથે ખુલ્લેઆમ સંગાથ

એના વણગાયા ગીતનો ટહુકો ઊડે ચોપાસ
એની પ્રિતે રંગાયેલ હૈયામાં થાય છાનો ફફડાટ.

આજ નથી આંખ ને આંસુને કોઇ પણ ભાન.
પાંપણના પલકારે ભીના સ્પર્શેનો થશે સંધાન

આજ રાધાની આખમા કાનાની પ્રિતની પ્યાસ
મોરલીના સુર સંગે ભુલે આજ કાનો પણ ભાન.

મારે આ વણખૂલ્યા હોઠની કહેવી છે એ વાત
આ અધરોને ચુમીને પાડી છે મજાની કૈ ભાત

રેખા..