Thursday, March 8, 2012

એ મીઠી સજા જેવી


ક્યા હતી કોઈ એના જેવી કે મન બીજે ભરવાઈ જાય.
હતી એ મીઠી સજા જેવી જે જીરવી નાં જીરવાઈ જાય.
નજર્યુંમાં આવી ભરાય તો નાં પારખી પરખાય જાય.
સ્મરણમાં સ્નેહે અચાનક મીઠો રણકાર કરતી જાય.
કોકિલ કંઠીના એક ટહુકે તલસાટ ઉરે ઉભરાતો જાય.
હૃદય વચો વચમાં કોઈ ગઝલકાર ઉગતા ઉગી જાય .
પ્રેમમાં શું રૂપ શું રંગ આ એક તફાવત સમજાઈ જાય,
પ્રિયે આ તારા નામનો જો ભેદી ભેદ ઉકેલાઈ જાય.
રેખા પટેલ ..

No comments: