Wednesday, March 21, 2012

બચપણ એટલે રંગીન શરારત

મીત્રો આજે બચપણ ની યાદો સાથે જોડાવાનુ મન થયુ છે..
બચપણ એક એવો મધુર સબ્દ જાણે કે જાણે સાકર નો કોઈ ટુકડો જીભ પર મુકાઈ ગયો.તેની ખાટી મીઠી યાદો જ્યારે પણ યાદ આવે એક મીઠી મુસ્કાન હોઠો પર ફેલાઈ જાય છે.
હુ તો આજે પણ જ્યારે પણ મારી બચપણની ગલીયો મા ઘુમવા જાઉ છુ તો તેની મીઠી યાદોની ખુશ્બુ થી ભાવુક બની જાઉ છુ.
જ્યારે મન ઉપર કોઈ જુની પુરાની યાદ દસ્તક કરે છે તો,મન સીધુ બચપણ ની ગલીયો મા પહોચી જાય છે,તેમાય ઊનાળા ની ગરમી અને બચપણ સીધો સબંધ ધરાવે છે.
યાદો ની દીવાર પર પહેલુ નિશાન ઉનળા નુ વેકેશન.
કેરીની મીઠી મહેક અને કોયલની મધુર ગુંજ.લખોટી અને ર્ંગીન કાચ ના ટૂકડાથી ભરાયેલ ખિસ્સા,ના કહેવાયેલ કામ પહેલા કરવાનો અજબ તરવરાટ.
બચપણ એટલે રંગીન શરારત અને ખીલ ખીલાટ હસતી જીંદગી,
બચપણ એટલે મહેકતુ ગુલાબનુ ફુલ,ચહેકતુ ઝરણા નુ સંગીત.
સાંજ પડતા ની સાથે ધાબાને ઠંડું કરવા પાણી ભરી ને રાખવુ તેમા છબછબીયા કરવા ...અને અગાસી ઠંડી થાય તે પહેલા તો બચપન તોફાને ચડતુ.
રાત્રે તારાઓ સાથે ની અજબ ગોસ્ઠી, માં-પાપા ની કેટલીય ટોક પછી સપના ભરવા મીંચાતી આંખો..
ક્યારેક દુરથી આવતો ઘૂવડ નો બીહામણૉ આવાજ ડરાવી દેતો અને યાદ આવી જતી ભુત-પ્રેત ની ડરાવની વાતો.પછી હંમેસ ની જેમ જય હનુમાન દાદા નુ સ્મરણ.આજે પણ જ્યારે યાદ કરીયે સ્મ્રુતી પટ પર બધાજ દ્રસ્યો જાણે એક ફિલ્મ ની રિલ ની જેમ તાજા થતા જાય છે.
આજના ટીવી પોગ્રામ જોતા યાદ આવી જાય છે તે દીવસો ના જુના જાણીતા દુરદર્સન ના માલગુડિ-ડેઝ ,રજની,રામાયણ . હમપાંચ, દેખભાઈ દેખ..શુ તમે આ ક્યારેય યાદ કરો છો ?
બસ એક સવાલ હંમેસા સતાવે છે..શુ આપણા બાળકો પાસે આવી કોઈ યાદો જીવંત રહેસે તેમની કાલ માટે? નાતો તેમની પાસે દાદાજી ની વાર્તાઓ છે,ના તે આંબલી પીપળી ની રમત ના સતોળીયુ ના રાત્રે ચમકતા અગાસી ના તારા.બસ તેમની આજ અને તેમની કાલ કમ્યુટર અને વિડીયો ગેમ વચ્ચે પુરાઈ ગઈ છે..અને આજ કારણે તેમની જીંદગી મા નીરસતા આવતી જાય છે..અને આજ કારણે હુ આજે પણ ક્યારેક મારા બાળકો સાથે તેમને મોનોપોલી ની ગેમ મુકાવી દાદીમા એ સીખવેલ સોગઠા રમી લઉ છુ.પણ આ બઘુ ક્યા સુધી..??
રેખા.

No comments: