Monday, March 5, 2012

ઓ મારા સાજન


ઓ મારા સાજન...
રેશમી બંધન બન્યું, તારું મારું જીવન સંગ,
હૈયા ની ઘડકન કહે, રહેશું સાતે જીવન સંગ..

સોળે કળા શૃંગાર સજી બની આજ હું દુલ્હન,
મંગળસુત્ર થી સોહી ગયી માંરી આ ગરદન,
સેથામાં સિંદૂર ભરી કરી દીધી તન પાવન,

ખીલી કળી સુમન બન્યું મારા સપનાં નું ગુલશન,
હર ઋતુ લાગે મને હવે ભીની અષાઢી સાવન,
તારા સંગની વસંત માટે તરસી હું જનમ જનમ ,

વસમો લાગે ઇન્તેઝાર સ્નેહે તરસ્યા ચાતક નયન,
લાગે આજ થાશે જરૂર ધરતી-ગગન નું મિલન,

કાન માં ગુંજે છે મારા હજુય ,તારા મધુર વચન,
" પ્રિયે સુરજ ની કિરણ છે તું છે ચાંદની દર્પણ"

હા સાજન...
"પાયલ ની ઝનઝન કહે, તું છે મારી ચૂડીની ખનખન"
તારા એક અહેસાસ થી સુંદર લાગે આ મારું તન-મધુવન
...રેખા પટેલ

No comments: