Saturday, March 10, 2012

એક અધુરી કવિતા

એક અધુરી કવિતા....
કહે છે મન હોય તો માંડવે જવાય...
 હું નથી માનતો આ વાતને કારણ સમયને પાછો વાળવા હું અક્ષમ છું...
પરંતુ એ ઇચ્છા તો રોજ તાજી થાય છે ,
તું હરદમ સાથે હોવી જોઇએ...
જ્યારથી તને મેં જોઇ હતી,ત્યારથી મનભરી ચાહી હતી. 
સમય એવો હતો કે સામે ચોમાસું ભરપૂર હતું,
એકબીજાને સાથ આપી હૈયું પણ સેરવ્યુ હતું.
સમય એવો પણ હતો કે હૈયુ હૈયે ભેરવાયું હતું.
કોણ સમજી શક્યું આ વાતને, ના તને ખબર પડી, ના મને પડી....
આજે તુ નથી એ સમય નથી એ ચોમાસું નથી,
કારણ વગરની ઇચ્છા ફરી આળસ મરડી બેઠી હતી....
પરંતુ તે ઇચ્છાના સમ, અધુરી ઇચ્છા હજુય ક્યાંક જીવંત હતી....
વહી ગયેલા સમયને પાછો વાળવા હું અક્ષમ છું..
રેખા પટેલ.

1 comment:

Unknown said...

My favourite poem.