Tuesday, March 13, 2012

વીરહની સાક્ષીએ ચમકે છે ચાંદ

તારા ને મારા વીરહની સાક્ષીએ ચમકે છે ચાંદ
રાતના અંધારે ગોજારા દર્દનો જામ ભરે છે ચાંદ,

ચાંદનીમા વીરહની ગઝલ રાગ આલાપે છે ચાંદ..
દર્દની અંગડાઇ લઇને નિસ્તેજ થૈને સરે છે ચાંદ

યાદોના ઉછળતા દરીયાની લહેરોમાં ડુબે છે ચાંદ.
કંઇ અસર થતી,તારા વિરહમાં તો બળે છે ચાંદ

ફિક્કા તેજે જોને ચુપચાપ સોરાય બીચારી ચાદની.
અમાસના બહાને છુપાઇને જુઓ કેવો રડે છે ચાંદ

એક તું જાણે છે એકલી હું બળું છું વિરહમાં તારા
સાત સંમદર પાર એકલતાંમાં રોજ સરે છે ચાંદ

જાગતી આંખોને આવીને પુછ,સપનાના સમ દઇને
તારી યાદનાં તરાપે દુઃખનાં દરિયામાં તરે છે ચાંદ

રેખા

No comments: