Tuesday, March 13, 2012

પ્રેમમાં ક્યા જમા ક્યા ઉધારી

ભલે ને રાખી લીધા અમને કલમ સંગ સમજી નજમ તમારી,
પણ અવેજીમાં રાખી મહેફિલ માં તકદીર અમારી માપી દીઘી.

તમામ પ્રકારો અજમાવી ચુક્યા નમાવવા શીશ અમારું તો શું?
એક મૌનનો હુકમ જારી કરી સહુ ગઝલો અમારી સુણાવી દીઘી

પ્રેમમાં ક્યા જમા ક્યા ઉધારી આ વેપારી કળા કઈ શીખવી નહોતી.
મહામુલા સપના કેમ કોડી ભાવ વેચવા અમને પણ શીખવી દીઘું.

ફુટેલી કિસ્મતનું બહાનું બતાવી જાહેરમાં ઉડાડી ઠેકડી અમારી
ઉદાસીની મોસમ માં સ્મિત કેમ બોલે જતાં જતાં બતાવી દીઘું.
રેખા

No comments: