Sunday, March 11, 2012

પરિચય ને પ્રણય

પરિચય ને પ્રણય આ જગતમાં અચાનક રચાઇ જાય છે
ફૂલોની સુંગધ નાશીકાને સ્પર્શીને દિલમાં સમાઇ જાય છે

ફૂલોને જોઇને ભંવરાઓ એમ જ થોડા ખૂશ થઇ જાય છે?
સુંગધનું આમત્રંણ આવતાં આ ભંવરાઓ હરખાઇ જાય છે

કંટક ને ફૂલોનો હમેંશા સ્ત્રી ને પુરુષ જેવો સંબધ હોય છે
ફૂલોને કાંટા વાગે તો જ લોહીની કિંમત સમજાઇ જાય છે

ઝાકળ પહેરીને સવારે ફૂલો સુકુમારસા શરમાતા હોય છે
સુરજ તપતાં ફૂલોની નગ્નતાની કિંમત પરખાઇ જાય છે

બાગમાં ફૂલો પર માળીની નિગરાણી તો હમેંશા રહેવાની!
શોખિન ભંવરાઓને જોઇને ફૂલોનું હીર ઝંખવાઇ જાય છે!

પ્રેમ ને આકર્ષણ હમેંશાં પ્રકૃતિદત્ત થઇને વર્તે છે ઍટલે!
સંબધોનું પારણું પ્રેમ ને આકર્ષણ વચ્ચે બંધાઇ જાય છે

‘શ્રી૧|’લખ્યાં પછી જ ચોપડે શુકનવંતી શરૂઆત હોય છે
ગમતું નામ તો ગમે ત્યારે એટલે હથેડીમાં લખાઇ જાય છે

પ્રંબધીત ક્ષેત્રોમાં તો પુછયા વિના થોડું પ્રવેશી શકાય છે?
ગમતી વ્યકિત માટે પ્રવેશીબંધીનું પાટીયું બદલાઇ જાય છે

આમ તો ભલે એમની સાથે કશી લેણાદેણીનો સંબંધ નથી
‘નરેન’એમની છબીને જોઇને મુખડું કેમ મલકાઇ જાય છે?

નરેશ કે.ડૉડીયા

No comments: