Tuesday, March 13, 2012

તને પણ ક્યાં ચેન પડે છે

આંખોમાં સમાઈ અધવચ્ચે કેમ તું શરમાય છે?
અષાઢી આંધી જેવો,શાંત થઇ કેમ હરખાય છે?

દિલ સમાઇને વારે વારે મારી આંખોમાં મલકે
જોને તારા આગમને મારૂં અસ્તિત્વ મહેકાય છે

મનમંદિરમાં મોરલાઓ યાદોના ગહેંકવા લાગ્યા
મારી એક એક કવિતામાં તું કેવો છલકાય છે

ભવના જંગલમાં ભમતા હતી ટહુકાનું પંખી થઈ
રાતે જાગતી આખો,જો દિવસે કેવી બીડાય છે

રાતદિન તારી યાદોની ગાથા ગાતી રહું પ્રિય
વાસંતી વાયરા જેવા પ્રિતના ગીત ગવાય છે

સવાલ દુરીના તો ચાલશે,રૂબરૂની વાત જુદી છે
રૂબરૂમાં મળે એ આશાએ કૈક કાવ્યો લખાય છે

તને પણ ક્યાં ચેન પડે છે કૈક લખ્યા વિનાં ને
તારી ગઝલને મારી કવિતાને રોજ પ્રેમ થાય છે

રેખા.

No comments: