Wednesday, March 14, 2012

મારી કવિતાની પ્રશંશા

મારી કવિતાની પ્રત્યેક પ્રશંશા સાથે તું પણ મશહૂર થઈ જવાની.

મૌનની આગોશ મા નીકળી પડું સ્મરણોમાં બસ તું જ આવવાની.

ડૂબતા સૂરજની વિદાય પછી પુનમી રાત શું ચાંદ વગર આવવાની?

અજાણે રસ્તે મન મુંઝાય ના,તેથીજ તો રાતરાણી સુગંધ લાવવાની

સંબંધો છોડીને નીકળી પડું હુ અવનવાં સ્વપ્નોને તુંજ સજાવવાની
 
આંખમાં દરિયો છુપાયો છે કાળજૂ કંપાવતી મીઠી યાદ આવવાની

ખૂબ અઘરી સાવ સહેલી એવી અટપટી મુંઝવણ થી તુજ મુંઝવવાની
 
યાદોની ફોરમમાં પોસ્ટ સરનામાં વિના તું અચાનક આવી જવાની
 
મઝધારમાં મારું અસ્તિત્વ ખોવાયા બાદ તારીજ ચર્ચા બધે થવાની.
રેખા પટેલ

No comments: