Saturday, March 10, 2012

પ્રીતમાં કઈ ભાર લાગે..

ફિક્કા પડ્યા સહુ રંગો તમારા વિયોગ માં...
હ્રદયની ની રંગોળી પુરવા આજ તમારી જરૂર લાગે.
જીવી રહ્યો આઠો પ્રહાર તમારા જ વિચારો માં...
વિરહના મીઠા વિષ વિના જીવન હવે અધૂરાં લાગે.
ભટકી રહ્યો રાત દિન હું નાદાન તમારી યાદમાં..
અંધકારમાં લંબાતો પડછાયો પણ પોતાનો લાગે.
બીજું કઈ સૂઝે નહીં આગળ તમારી પ્રીતમાં..
ઉપર થી આ સપનાંઓ નાં પણ કઈ ભાર લાગે.
ભટક્યા સુન્યાવકાસ સદા તમારી શોધમાં ..
અમારી મનોવ્યથા સમજવા તમને પણ વાર લાગે....
રેખા પટેલ .

No comments: