Thursday, March 8, 2012

સપના એવા સજાવવા

મન રે ! આજ વિચાર કેવો આવ્યો છે.. :))

કેદ કરૂ હું ચાંદની ને, શીતળતા એની પહેરી લઉં...
સપના એવા સજાવવા છે…

તોડી લઉં આભે તારલિયા એને ઓઠણે ભરાવી લઉં
મારે તારા તોડી લાવવા છે..

ઉગતા સુરજ ની લાલીને મારા સેથામાં સરકાવી લઉં,
તેનો ગરમાવો પી જાવો છે...

ખીલતાં ફૂલોની કોમલતા મારા ચહેરા પર સજાવી લઉં,
એની સુગંધમાં સરી જાવું છે...

નિર્દોષ શિશુની સરળતા મારા હાસ્ય માં ભરાવી લઉં,
મારે પતંગિયું બની જાવું છે...

દરિયા પાસે થી એની દરિયાદિલી ઉધાર લઉં,
હર દિલમાં આવકારી જાવું છે...

એથી વિશેષ શું છે ? મન માં મંદીર બનાવવું છે,
મારે સપના એવા સજાવવા છે…
રેખા પટેલ ..

No comments: