Wednesday, March 28, 2012

લંબાવ તારા હાથમાં

હર ફૂલ ખીલ્યાને મૌસમ છે હું પ્રેમની એક મૌસમ લખું
લંબાવ તારા હાથમાં આજ પ્રેમ ની બે ચાર પળ લખું.

વિવાદ છોડીદે આંખમાં તારી અઢળક હું વ્હાલ લખું,
સમય નથી આપણો તોય સપના સતરંગી સાથ લખું

આજ હથેળીનાં દરિયામાં ધીરેથી તરતું તારૂ નામ લખું
તું થોડામાં ધણું સમજે છે પ્રેમની સીધેસીધી વાત લખું..
રેખા.
રેખા

2 comments:

Karan said...

જો તુ કદમ થી કદમ મલાવે,
તો મને રસ્તો મળી જાય,
જો તુ શ્વાસ થી શ્વાસ મેહકાવે,
તો મને જીવવાનો આશરો મળી જાય,
જો તુ દિલ થી દિલ મલાવે,
તો મને પ્રેમ થઇ જાય,
જો તુ નજરો થી નજર મલાવે,
તો મને તારો વિશ્વાસ મળી જાય,
જો તારો હાથ મારા હાથ માં મળી જાય
તો મને જિંદગી મળી જાય !!! :)

Unknown said...

Nice karan patel. Thank you.