Sunday, August 26, 2012

ઓ રાઘે પ્યારી

તમારા મૌને હૈયા અકળાય રે...
સ્મરણોનું ગોરસ છલકાય રે ઓ રાઘે પ્યારી.

તમારું ગમતું ગાન સખી આપું રે...
વાંસલળી હવે તમારી રે ઓ રાધે પ્યારી.

...
તમારો હૈયે નેડો લાગ્યો રે..
છે જનમો કેરી પ્રીત રે ઓ રાઘે પ્યારી.

આંસુડે યમુના જળ થાશે ખારું રે..
તમે કેમે પાનીડા ભરશો રે ઓ રાઘે પ્યારી.

મથુરા જાતા થંભે કાનાના પાવ રે..
તમારા છલકતા નૈન રોકે રે ઓ રાઘે પ્યારી.

તમને આપ્યુ આજ વચન રે..
પ્રથમ રાધા પછી આવે કૃષ્ણ રે ઓ રાઘે પ્યારી.
રેખા (સખી)
See More

No comments: