Sunday, August 26, 2012

એના હોઠેથી"આવજો" કહેતા

એના હોઠેથી"આવજો" કહેતા થઇ હતી અકળામણ
બચી ભરતા ભાલે આંસુને રોકવા થઈ કેટલી મથામણ.

રહી સન્મુખ સ્નેહથી કંઠે વીંટાયાં બે કંકણવંતા કર.
વસમાં વળામણાં દેતાં બાથે ભીડાયા પળ બે પળ.

...
થોડો સહવાશ જોડાજોડા અને નીસબ્દ યાદો અજોડ,
જાતા એકવાર વળી ગયા પછી કેમેય ના રહ્યું હૈયે બળ.

ભરપૂરતા એજ તોય ના ભરાય એવી મળી એક ક્ષણ.
એથી વિશેષ કૈ બાકી નથી,રહી મારી પ્રતીક્ષા અકળ.

કરું માંગણી હું ગજા બહારની, માંગુ હર ઘડી સંગાથની.
જગત મહી જેમ રાધે શ્યામ,રહે જોડી અંખંડ આપણી.
રેખા (સખી)
See More

No comments: