Sunday, August 26, 2012

સાવ ભુલકણો લાગતો ચહેરો

સાવ ભુલકણો લાગતો ચહેરો...
સતત સ્મરણ માં તરતો રહે છે.

બહારના બધા ઘોંઘાટ વચ્ચેય,
બહુ કરી ભીતરમાં એકલો રહે છે.

ખાલી પડેલા મનમાં ક્યારેક ખખડે
એકાંતે વઘુ ને વઘુ ગરતો રહે છે.

લાગણીઓ ની આંકેલ રેખાઓ માટે,
સબંઘો ના સીમાડા છોડવા પડે છે.

ભળતો આભાસ જો કોઈ સ્પર્સે
ભીતર મહી દરીયો ઉછળતો રહે છે
રેખા ( સખી)

No comments: