Sunday, August 26, 2012

હું જીવ જગમાં અહીતહી

ક્યારેક ચડતો ક્યારેક ઉતરતો રહું,
હું જીવ જગમાં અહીતહી ભટકતો રહું .

સહુને ડારતો અને ખુદથી ડરતો રહું,
હું જીવ મારામાં આમતેમ આથડતો રહું.

થાકી ગયો તો મરણનુ શરણુ શોઘી રહું,
લોક ઊંચકે સ્મ્શાને તે પહેલા જાતો રહું.

દુનિયા ને અલગ અલગ રુપે નીહારવા,
હું જીવ ફરી ને ફરી આવતો જાતો રહું
રેખા (સખી)

No comments: