Tuesday, April 17, 2012

સ્મરણોનું ગોરસ છલકાય રે

(રસભીની કવીતા ૨ )

 ભવસાગરમાં ભૂલાં પડેલા હૈયા આજ અકળાય રે.
સ્મરણોનું ગોરસ છલકાય રે ઓ બંસી બજૈયા.

લખી કાગળિયાં રાધે મોકલે રે,વાંસળી એ સુર આપુ રે ,
તારું ગમતું ગાન આપું રે ઓ મુરલી મનોહર.

વહેતી આંખ્યું ના નીર રે,યમુના જળ આખુંય થાશે ખારું રે,
લે ગેડીદડો દઉં ગોતી રે ઓ શ્યામ મુરારી.

હવે તારો નેડો લાગ્યો રે,તું છો કપટી પણ પ્રાણ મારો રે,
આતો જનમો કેરી પ્રીત રે ઓ રંગરસિયા.

છોડ્યો ગોકુળનો મારગ રે, કોઈ નજરે નાં બીજો આવે રે,
ઘેલાંની વાતો ઘેલાં જાણે રે ઓ છેલછબીલા

તને આપું તારી મોરલી રે,છોડી દ્યો મથુરા કેરી વાટ રે ,
ઓઢી મેં ચૂંદલડી તારે નામ રે ઓ નંદકુંવર.

કુંજની ગલીઓ લાગે કેદ રે જાતા થંભતા મારા પાય રે,
રાધાના આજ છલકાતા નૈન રે ઓ મદન મુરારી.

રેખા.

 

રેખા.

No comments: