Thursday, April 5, 2012

બાવરા સૂર બોલે રાધે રાધે....

રંગભરેલી રચના ( મારું રચેલ પ્રથમ કૃષ્ણભક્તિ નું ગીત ) :)

ફુંક વિના વાંસલડી નાં રેલાય કદી,આજ રીસાઇ રાધા નાં બોલે કઈ,
રાત કા'ને વાંસળી વગાડ્યા કરી ભરી હવે આઠે દિશા બસ રાધે રાધે
એના બાવરા સૂર બોલે રાધે રાધે....
...
આ બંધન વગર બંધાયો કૃષ્ણ હવે રાધા વિના કાઈ ચાલે નહિ .
એની વાંસળીનાં સૂર હવે રાધા વિના કોઈ રાગ બીજાને જાણે નહિ.
એના બાવરા સૂર બોલે રાધે રાધે......

કાના નાં શ્વાસે શ્વાસમાં રાસલીલા હર ગોપ સંગે એક રાધા રાધા.
કૃષ્ણ બંધાયા એક રાધા પ્રેમે જગમાં બીજું કોઈ એને બાધે નહીં.
એના બાવરા સૂર બોલે રાધે રાધે........

રાધાજી ની લટોથી બંધાઈ ગયો કાન કાલીનાગ થી જકડાયો નહિ.
હવે "ઓધવજી" મોરપિચ્છ માગે છે , જીવ ભક્તિ કેરો ગભરાય બહુ...
એના બાવરા સૂર બોલે રાધે રાધે.......

કૃષ્ણ વિના કેમ રાધા રે, કેવા વાંસળી વિના હવે સૂર રે..
કૃષ્ણ ત્યજે વાંસળી વ્હાલી ,કેમ ત્યજે રાધા મતવાલી રે..
એક બંધન પ્રેમનું જંતર છે ,એક બંધન મનની ભક્તિ રે ..
કૃષ્ણ વિના કેમ રાધા રે તો રાધા વિના કેમ કૃષ્ણ રે...
એના બાવરા સૂર બોલે રાધે રાધે....

No comments: