Monday, April 2, 2012

સાહેલીઓ કરે મને લજ્જા થી લાલ

પૂછી મારા સાહ્યબાનું નામ મારી સાહેલીઓ કરે મને લજ્જા થી લાલ લાલ..

 મળી એકસાથે કરે ઉખાણા હજાર, મોંએ થી સાંભળવા મારા સાજન નું નામ,

 સખીયો શાને કરે આટલી પંચાત, હથેળીની મહેદી માં શોધે વ્હાલમ નું નામ.

 મારા વણગૂથ્યા કેશ અને રાતલડી આંખ, કહેતી નથી શું મારા મનડાની વાત?

 જેનાં શમણામાં નીંદર મેં મ્હાણી હતી, કેમ આપું હું સખીયો ને પ્રીતમ નું નામ.

... હોય તડકો કે છાંયડો હવે રહેવું સંગસાથ ,સુગંધમાં મહેકે છે સખીઓ નું ગામ.

 મને પૂછી તું ગઈ'તી તો કોને સંગે? સાહેલીઓ કરે મને લજ્જા થી લાલ લાલ...
રેખા

1 comment:

Jaymini said...

It's a really good peom, and its wordings are touchy. I really enjoyed it!