Thursday, April 26, 2012

સખી, દે તાલી

તુષારભાઈનાં ગીતો વિશે જેટલું લખું એટલું ઓછું જ પડે,કલમને હેઠે જ મૂકી દેવી પડે...
                  એકેએક રચના ગીતો બહુ સુંદર હોય છે
ટહૂકે ટહૂકે ઓગળવુ એ પ્રેમ, સખી, દે તાલી !
આ વધઘટ મનમાં વ્હેમ, પ્રિયે, લે તાલી… દે તાલી !
અધ-મધરાતે ઊડી જતાં એ સપનાં કેરાં સમ,
આંખોના આકાશમાં હોયે કાં’ક તો નીતિ નિયમ;
પરવાળાના ટાપુ જેવી નીંદરને ના લડીએ,
પાંપણ પાળે પ્રીત વસે છે એને જઈને કહીએ.
હોવું આખું મ્હેંક મ્હેંક કે પ્રેમ, સખી, દે તાલી !
આ વધઘટ મનમાં વહેમ, પ્રિયે લે તાલી… દે તાલી !
આપણી વચ્ચે બે કાંઠે આ જમુનાજીનાં જલ,
અહીં ઓગળે હોવું ને ત્યાં ઓગળ તું પલ પલ;
નક્શાની નદીઓને માથે ચિતરાયાનો શ્રાપ,
અધક્ષણ ઉપરવાસમાં મૂઠ્ઠી ચોમાસા શું આપ !
સૂર્યમુખીના સંબંધોની પરવશતાનાં પ્રેમ, સખી, દે તાલી !
આ વધઘટ મનમાં વહેમ, પ્રિયે લે તાલી… દે તાલી !
-તુષાર શુક્લ

Monday, April 23, 2012

પરપોટા જેવું જીવતર

પ્રત્યેક વ્યક્તિમાં સમાયેલ પોતાનું એક અલગ વિશ્વ છે
જીવનની રોજિંદી ઘટમાળમાં એ જેવું અનુભવે છે, તેવુજ જીવન તે જીવે છે ,
મૃદુ કે સૌમ્ય બનવા સૌ પ્રથમ,
તમારા અંતર નાં ઝગડાઓ કે અંદરઅંદરના પ્રહારો થી દુર રહો,
આપણે જેવું વિચારીએ છીએ તેવોજ પ્રતિભાવ આપણું વર્તન આપે છે.

"પરપોટા જેવું જીવતર ઉપર ક્યારે ઝંઝાવાત ફૂંકાયો

નહિ સમજાય ઉપર ક્યારે હશે મૃત્યુનો ઓછાયો"
રેખા

Tuesday, April 17, 2012

સંવાદ માં નથી તેજ શોભા છે મૌનની
પ્રશ્ન બને છે જાતેજ ઉત્તર,
જળવાય છે પ્રેમ પ્રતિષ્ઠા બન્નેની.
રેખા

સ્મરણોનું ગોરસ છલકાય રે

(રસભીની કવીતા ૨ )

 ભવસાગરમાં ભૂલાં પડેલા હૈયા આજ અકળાય રે.
સ્મરણોનું ગોરસ છલકાય રે ઓ બંસી બજૈયા.

લખી કાગળિયાં રાધે મોકલે રે,વાંસળી એ સુર આપુ રે ,
તારું ગમતું ગાન આપું રે ઓ મુરલી મનોહર.

વહેતી આંખ્યું ના નીર રે,યમુના જળ આખુંય થાશે ખારું રે,
લે ગેડીદડો દઉં ગોતી રે ઓ શ્યામ મુરારી.

હવે તારો નેડો લાગ્યો રે,તું છો કપટી પણ પ્રાણ મારો રે,
આતો જનમો કેરી પ્રીત રે ઓ રંગરસિયા.

છોડ્યો ગોકુળનો મારગ રે, કોઈ નજરે નાં બીજો આવે રે,
ઘેલાંની વાતો ઘેલાં જાણે રે ઓ છેલછબીલા

તને આપું તારી મોરલી રે,છોડી દ્યો મથુરા કેરી વાટ રે ,
ઓઢી મેં ચૂંદલડી તારે નામ રે ઓ નંદકુંવર.

કુંજની ગલીઓ લાગે કેદ રે જાતા થંભતા મારા પાય રે,
રાધાના આજ છલકાતા નૈન રે ઓ મદન મુરારી.

રેખા.

 

રેખા.

તારા વગર

તું જ કહે વિયોગનો તાપ કેમ જીરવવો તારા વગર .
આ દીલ બેશુમાર વસ્તી માં લાગે ભેકાર તારા વગર.
ચાંદની ની શીતળતા માં પણ લાગે અગન તારા વગર.
દિલમાં બસ એક તડપ અધૂરી ભીતરમા તારા વગર.
રેખા

शगुफ़्ता बहाना तेरा..

वो बातें फ़साने यु मुस्कुराना तेरा.

पहले लड़ना फिर मुझको मनाना तेरा

वो ख़्वाबों में बीन पुछे आनाजाना तेरा
...
बागोमे उड़ती तितलियाँ सा मचलना तेरा

ज़ुल्फ़ बिखराये हुए हसके वो सँवरना तेरा

देना जख्म फिर दील को पुकारना तेरा

रोज रोज शगुफ़्ता शगुफ़्ता बहाना तेरा
रेखा :)

'नीम के बताशे

तुम नीम के साए में बैठते हो तो ...

 नीम भी बताशे बाटती है. 

मेरी जुबान पर तुम अपनी नाजुक उंगलीओ से,
 
नीमकी पत्ती रखती हो तो...

बताशे का स्वाद भी उसी के साथ चला आता है.

मुह भर जाता है मेरा मिश्री की मीठी मिठास से...

काश! हमारे रिश्तों में ये 'नीम के बताशे 'हमेसा बाँटने रहे .
रेखा.