Sunday, September 9, 2012

તમારા ઇશારે જ કરવો પડે છે પ્રેમ

તમારા ઇશારે જ કરવો પડે છે પ્રેમ સઘળો,
હક આટલો જોઈ નાચીઝ થી કઈ કહેવાયું નહિ

શબ્દોમાં કેમ સજાવું સપના નાં મિલન સઘળા,
ભારણ થઇ ગઈ કલમ વઘારે કઈ લખાયું નહિ.

ઓળંગી ગયું મન બંધનના હવે સમંદર સઘળા,
આ મનની મુલાકાત કેમ વર્ણવી સમજાયું નહિ,

વિયોગમાં કલ્પી હતી મિલનની ઘડીઓ સઘળી
આખરે જીવતું દિલ હતું કલ્પનાથી બહેલાયુ નહિ.

યાદોમાં હસી ને અમે પીઘા આંસુનાં જામ સઘળા,
હવે મદિરા નાં પ્યાલા થી મન હળવું કરાયું નહિ

રેખા (સખી ) 9/4/12

No comments: