Thursday, September 27, 2012

સૃષ્ટીને થઇ છે અસર તારા વગર

જીવનના મઘ્ય માં બડબડતો બપોર,
સૃષ્ટીને થઇ છે અસર તારા વગર...

ભરચોમાસે ભરાયું આકાશ બેય કોર,
લાગે છે કુદરત પણ રોવે તારા વગર..
લો,ચાંદ પણ વાદળ ઓથે છુપાય છે,
ચાંદની માં લાગે અગન તારા વગર...

શણગાર સજી મૌસમને બહેકાવું ઘણું ,
કેમ સજાવું મનમૌજી ને તારા વગર...

અંધકારમાં પડછાયો મારો લાગે નહિ,
કંકુ પગલા કોણ છપાવે તારા વગર...
 
તારી યાદ માં, આગળ કશું સૂઝે નહી,
હવે સપનાંઓ લાગે ભાર તારા વગર...

લખવી હતી પ્રિય ગઝલ તારા નામથી,
લખાય વિશાદ ને વિયોગ તારા વગર...

હ્રદયની મનોવ્યથા કોણ સમજે હવે,
આંખોય જોવે નહિ સપના તારા વગર ...
રેખા (સખી)

 

 

2 comments:

Anonymous said...

બહુ જ સરસ!

Unknown said...

Thank you.