Tuesday, September 4, 2012

બહુ જીદ્દી છે તારું આ બોલકું મૌન


જીવન ની પાછલી ક્ષણો સુધી પ્રેમી તેની પ્રેમિકાને મનની વાત નથી કહી સકતો તેના મનની વ્યથા મેં આ કવિતા માં રજુ કરી છે ..
જીવન નાં છેવાડે તડફડતું પંખી મળ્યું,
ખુલ્લી આંખે હવે ઉડવાની તક તો આપ ..

વરસી પડ્યા યાદોના પોટલા હવે,
વિરહ-પ્રસંગો ગણવા ના આંકડા તો આપ...

બહુ જીદ્દી છે તારું આ બોલકું મૌન,
બંધ હોઠો વડે સંવાદની એક તક તો આપ ..

શબ્દો તરસે એકાંતને અભડાવવા,
હવે જાતી વેળાનો કોઈ વિખવાદ તો આપ..

ભીતરે ટળવળ્યો મારોજ અવાજ,
થોડી લાગણી ની રેશમી કુમાશ તો આપ ..

આથમતી સંધ્યાની પાછલી ક્ષણો,
આવ્યો ઠેઠ તારે દ્વાર,આવકારો તો આપ..
રેખા (સખી ) 9/4/12

No comments: