Tuesday, March 13, 2012

દર્દે બધું કહી દીઘું.

બધું મેળવી ને પણ અમે અમારું ગુમાવી દીઘું,

અમારુ દિલ અમારી પાસેજ તેમણે વહેચાવી લીધું.

હવે નારાજ છે અમારા થી કે અમે બહુ લખી દીઘું,

ચુપ રહેવા માગતા હતા પણ દર્દે બધું કહી દીઘું.

હવે એ તસ્વીર સાચવીને શું કરશો અમારી,

અમે જાત મરજી થી ચાર છેડે તેને ફાડી લીધી.

મજબુરી હશે કે હાથ નાં ઝાલી શક્યા અમારો,

વિના તેમનો સાથ અમે ચાલતા સીખી લીધું.

અમે તો ચુપ છીએ આ સબ્દોએ બધું કહી દીઘું ..
રેખા :(

પહેલા જેવી જમાવટ નથી રહી

એમ નથી કે મને એની ઈનાયત નથી રહી,
પરંતુ હવે મને માગવાની આદત નથી રહી.

એવુ નથી દિલની એની વિરાસત નથી રહી.
પરંતુ મારી એ મનોદશા યથાવત નથી રહી.

હું અહી નકલી ફુલોની સજાવટ જોતી રહું છું
ને એમાં પ્રણયની પહેલી નજાકત નથી રહી.

મને એનાથી રૂઠી જવાની મમત નથી રહી
હવે પહેલા જેવી એની સમજાવટ નથી રહી

એવું નથી અમે એને ગમતા પણ નથી,પણ
એ નમવામાં પહેલા જેવી જમાવટ નથી રહી

રેખા

વીરહની સાક્ષીએ ચમકે છે ચાંદ

તારા ને મારા વીરહની સાક્ષીએ ચમકે છે ચાંદ
રાતના અંધારે ગોજારા દર્દનો જામ ભરે છે ચાંદ,

ચાંદનીમા વીરહની ગઝલ રાગ આલાપે છે ચાંદ..
દર્દની અંગડાઇ લઇને નિસ્તેજ થૈને સરે છે ચાંદ

યાદોના ઉછળતા દરીયાની લહેરોમાં ડુબે છે ચાંદ.
કંઇ અસર થતી,તારા વિરહમાં તો બળે છે ચાંદ

ફિક્કા તેજે જોને ચુપચાપ સોરાય બીચારી ચાદની.
અમાસના બહાને છુપાઇને જુઓ કેવો રડે છે ચાંદ

એક તું જાણે છે એકલી હું બળું છું વિરહમાં તારા
સાત સંમદર પાર એકલતાંમાં રોજ સરે છે ચાંદ

જાગતી આંખોને આવીને પુછ,સપનાના સમ દઇને
તારી યાદનાં તરાપે દુઃખનાં દરિયામાં તરે છે ચાંદ

રેખા

તને પણ ક્યાં ચેન પડે છે

આંખોમાં સમાઈ અધવચ્ચે કેમ તું શરમાય છે?
અષાઢી આંધી જેવો,શાંત થઇ કેમ હરખાય છે?

દિલ સમાઇને વારે વારે મારી આંખોમાં મલકે
જોને તારા આગમને મારૂં અસ્તિત્વ મહેકાય છે

મનમંદિરમાં મોરલાઓ યાદોના ગહેંકવા લાગ્યા
મારી એક એક કવિતામાં તું કેવો છલકાય છે

ભવના જંગલમાં ભમતા હતી ટહુકાનું પંખી થઈ
રાતે જાગતી આખો,જો દિવસે કેવી બીડાય છે

રાતદિન તારી યાદોની ગાથા ગાતી રહું પ્રિય
વાસંતી વાયરા જેવા પ્રિતના ગીત ગવાય છે

સવાલ દુરીના તો ચાલશે,રૂબરૂની વાત જુદી છે
રૂબરૂમાં મળે એ આશાએ કૈક કાવ્યો લખાય છે

તને પણ ક્યાં ચેન પડે છે કૈક લખ્યા વિનાં ને
તારી ગઝલને મારી કવિતાને રોજ પ્રેમ થાય છે

રેખા.

પ્રેમમાં ક્યા જમા ક્યા ઉધારી

ભલે ને રાખી લીધા અમને કલમ સંગ સમજી નજમ તમારી,
પણ અવેજીમાં રાખી મહેફિલ માં તકદીર અમારી માપી દીઘી.

તમામ પ્રકારો અજમાવી ચુક્યા નમાવવા શીશ અમારું તો શું?
એક મૌનનો હુકમ જારી કરી સહુ ગઝલો અમારી સુણાવી દીઘી

પ્રેમમાં ક્યા જમા ક્યા ઉધારી આ વેપારી કળા કઈ શીખવી નહોતી.
મહામુલા સપના કેમ કોડી ભાવ વેચવા અમને પણ શીખવી દીઘું.

ફુટેલી કિસ્મતનું બહાનું બતાવી જાહેરમાં ઉડાડી ઠેકડી અમારી
ઉદાસીની મોસમ માં સ્મિત કેમ બોલે જતાં જતાં બતાવી દીઘું.
રેખા

Monday, March 12, 2012

જોને વરસે છે વરસાદ

તારી યાદ આવે ને આંખોમાંથી જોને વરસે છે વરસાદ
તારી વિતેલી પળૉ ફરીથી ઝંખું જોને વરસે છે વરસાદ

ધોધમાર વરસાદમાં દિલમાં આજ કાંઇ કાંઇ થાય મનવા
કોઈએ ગમતીલો ટહુકો લઈને તું આજ ફરી આવ જીવનમાં
મારી ગમતી વરસાદી સાંજ સજાવવા તું અહી આવ સજનવા

તારી યાદ આવે ને આંખોમાંથી જોને વરસે છે વરસાદ
તારી વિતેલી પળૉ ફરીથી ઝંખું જોને વરસે છે વરસાદ

મસ્તીમાં રોમેંરોમ ગમતીલા ગાન છેડે રસધાર ગીતોમાં
ભીના ફૂલોની રંગત સાથ રેશમ જેવી મહેક વરસાદમાં
ધોધમાર વરસાદમાં તારા નામે તલસાટ કૈ થાય યાદોમાં

તારી યાદ આવે ને આંખોમાંથી જોને વરસે છે વરસાદ
તારી વિતેલી પળૉ ફરીથી ઝંખું જોને વરસે છે વરસાદ

આંખોમાં છલકતો કૈફ સંગે અતુટ તારો છલકે છે સાથ રંગતમાં
મલકાતા છલકાતા તારી બાહોમાં તનડુ મલકાય ભારો ભાર
સંગ તારે આયખાંની અધુરપ આજે તો પુરી થાય સજનવા

તારી યાદ આવે ને આંખોમાંથી જોને વરસે છે વરસાદ
તારી વિતેલી પળૉ ફરીથી ઝંખું જોને વરસે છે વરસાદ
રેખા...

Sunday, March 11, 2012

तेरी दुआओ की बरकत

चांदनी तेरे संग छत पे अकेली टहेल रही होगी,
चांदभी बादलो की रुपहरी कोरसे नीकला होगा,
कही मेरा जिक्र आ गया होगा...
कही रात भी तेरे संग पिघल रही होगी.
भीगे मौसम में यादों के बादल बरसते होगे,
तेरी पलके भी मोतीयो से भरी होगी....
रेसमी हवाके झोंको संग कोई गीत गुनगुनाया होगा.
आसमान के खुले आंचल से एक तारा कही तुटा होगा,
कुछ अल्फाझ दुआ बनकर तेरी नजरो से टपके होगे,
बस यही दुर मेरे दीलको एक सुकुन ने सजाया होगा.
तेरी उन्ही दुआओ की बरकत ने मेरी गझलो को सजाया होगा .... thank you
रेखा