Saturday, April 14, 2012

હવે કેમ સમજાવું આ?

મીઠો ઓછાયો તારો મધમીઠો મહિમા
 
હવે કેમ સમજાવું આ?

દૂર હોય કે પાસ તારી આવતી યાદ હંમેશમાં
 
કોઈ શોધી આપો મારા ...

ખોટુકલા ઝઘડા,સાચુકલી લાગણી.

અને.....

ખોટુકલા રુસણા, સાચુકલા મનામણાં.

મુખથી કદી ના કહેવાતો આવજો નો ઉદગાર !

 આજ ....

શોધું હું ખોટુકલી રમત ની સાચુકલી મજા…!
રેખા


 

Thursday, April 12, 2012

मनमंदिर में बनके ईश्वर सजता है

नाम कोई भी रखलो ये दिल उसे परमानंद कहेता हैं
उसके नाम में प्रेम भी है गीत भी,परम आनंद भी है.

आज बताती जाती हूँ तुमको ये दिल जो कहेता है.
समजलो दिल के नज़दीक उनका आना जाना है

बनके जान दिलमे बसता हैं दिल प्राणेस्वर कहेता है
एक ही कूचेमे वो प्राण बनके मेरे संग संग रहता है,

रहता हरवक्त तुम्हारा ख्याल यूँ ख़्वाब सजते रहेते है.
ना बंधन कोई सपनो पे दुनिया अपनी बसती रहेती है.

मैं उसे प्यार अपना, जान अपनी हर्दयेस्वर कहेती हूँ
उसका नाम मेरे मनमंदिर में बनके ईश्वर सजता है
रेखा.

Wednesday, April 11, 2012

प्यार रुहानी होता है;

क्या सच मे पहेली नजर का प्यार है ?
पहली नजर में प्यार कभी हो ही नहीं सकता, वह तो एक आकर्षण मात्र है,
जैसे दोस्ती अचानक नहीं हो सकती, वैसे ही प्यार भी अचानक नहीं हो सकता।
पहले एक अनजानी सी पहचान, फिर दो मीठी बातें और मुलाकातें. इस दौरान जो तुम दोनों को नजदीक लेकर आता है
वह प्यार है. जो एक दुसरे पर भरोसा दीलाता है वो प्यार है..
कुछ लोग सोचते हैं कि अगर मेरी शादी मेरे प्यार से हो जाए तो मेरा प्यार सफल, नहीं तो असफल.
ये धारणा मेरी नजर से तो बिल्कुल गलत है, क्योंकि प्यार तो नि:स्वार्थ है, जबकि शरीर को पाना तो एक स्वार्थ है.
इसका मतलब तो ये हुआ कि आज तक जो किया एक दूसरे के लिए वो सिर्फ उस शरीर तक पहुँचने की चाह थी.
प्यार को बंधन मे बाधने की आस थी.
मेरी नजर में तो प्यार यह भी है,जो एक माँ और बेटे की बीच में होता है, जो एक बहन और भाई के बीच होता है,
प्यार रुहानी होता है,.
सच तो यह है कि प्यार तो रूहों का रिश्ता है, उसका जिस्म से कोई लेना देना ही नहीं,
प्यार कभी सुंदरता देखकर हो ही नहीं सकता, अगर होता है तो वह केवल आकर्षण है, वो प्यार नहीं।
माँ हमेशा अपने बच्चे से प्यार करती है, वो कितना भी बदसूरत क्यों न हो, क्योंकि माँ की आँखों में वह हमेशा ही दुनिया का सबसे खूबसूरत बच्चा होता है.
प्यार तो वो जादू है, जो मिट्टी को भी सोना बना देता है. प्यार वो रिश्ता है, जो हर पल चैन देता है, कभी बेचैन नहीं करता,
अगर कुछ बेचैन करता है तो वो शरीर को पाने का स्वभाव.
जिन्होंने प्यार के रिश्ते को जिस्मानी रिश्तों में ढाल दिया, उन्होंने असल में प्यार का असली सुख गँवा दिया.
जिन्होंने प्यार को हमेशा रूह का रिश्ता बनाकर रखा,वो हरपल अपने प्यार को महेसुस करते है,
वो साथी साथ रहे ना रहे फिरभी हमेसा उसे वो अपने साथ महेसुस करता है, उनके सुख दुख को वो अपने आप मे महेसुस करते है.
कई सालों बाद भी अपने प्यार को निहारना उनको अच्छा लगता है.कोइ फर्क नहीं पड़ता के उसके चहेरे पर वो जुरिया हो या बाको में सफेदी हो.
रूहानी प्यार कभी खत्म नहीं होता. वो हमेशा हमारे साथ कदम दर कदम चलता है.
वो दूर रहकर भी हमको खुसी देता है.. बडे खुसनसीब होते है वो जिनको एसा प्यार मीलता है.
बस मेरी सोचमे यही प्यार है.. दोस्तो आप सब अपनी सोच यहा लीख सकते हो..
Thank you. रेखा..

બે ઘડીનું જીવન

પાંખડી ઉપર ઝાકળ ની જેમ બે ઘડીનું જીવન છે.

ઝળક્વાનુ તડપવાનું ,પલભર રહી ઉડી જાવાનું.

જીવનને સહેજ માં માપી માપી આખરે રાખ થવાનું.

બસ યાદ તમને રહી જાઉ એજ મારે ગનીમત છે . .

રેખા.

Thursday, April 5, 2012

ગઝલો લખવાને કોઈ વય નથી

સંબંધ ના સહુ અલગ અલગ ઇતિહાસ છે,
મન સાથે મન મેળવવામાં હવે વિશ્વાસ છે.
સમજણ ઉપર સહુ સબંધો ના આઘાર છે.
રેખા



સર્વ ઈચ્છાને વણી લીઘી ગઝલોના શબ્દોની મહી.
જાતથી અળગા થવાનો હવે મને કોઇ ભય નથી
થોડી કવીતા થોડી ગઝલો,આ ઉર્મી આ કોમળ હૈયું...
સાબીત કરુ આજ ગઝલો લખવાને કોઈ વય નથી
રેખા

બાવરા સૂર બોલે રાધે રાધે....

રંગભરેલી રચના ( મારું રચેલ પ્રથમ કૃષ્ણભક્તિ નું ગીત ) :)

ફુંક વિના વાંસલડી નાં રેલાય કદી,આજ રીસાઇ રાધા નાં બોલે કઈ,
રાત કા'ને વાંસળી વગાડ્યા કરી ભરી હવે આઠે દિશા બસ રાધે રાધે
એના બાવરા સૂર બોલે રાધે રાધે....
...
આ બંધન વગર બંધાયો કૃષ્ણ હવે રાધા વિના કાઈ ચાલે નહિ .
એની વાંસળીનાં સૂર હવે રાધા વિના કોઈ રાગ બીજાને જાણે નહિ.
એના બાવરા સૂર બોલે રાધે રાધે......

કાના નાં શ્વાસે શ્વાસમાં રાસલીલા હર ગોપ સંગે એક રાધા રાધા.
કૃષ્ણ બંધાયા એક રાધા પ્રેમે જગમાં બીજું કોઈ એને બાધે નહીં.
એના બાવરા સૂર બોલે રાધે રાધે........

રાધાજી ની લટોથી બંધાઈ ગયો કાન કાલીનાગ થી જકડાયો નહિ.
હવે "ઓધવજી" મોરપિચ્છ માગે છે , જીવ ભક્તિ કેરો ગભરાય બહુ...
એના બાવરા સૂર બોલે રાધે રાધે.......

કૃષ્ણ વિના કેમ રાધા રે, કેવા વાંસળી વિના હવે સૂર રે..
કૃષ્ણ ત્યજે વાંસળી વ્હાલી ,કેમ ત્યજે રાધા મતવાલી રે..
એક બંધન પ્રેમનું જંતર છે ,એક બંધન મનની ભક્તિ રે ..
કૃષ્ણ વિના કેમ રાધા રે તો રાધા વિના કેમ કૃષ્ણ રે...
એના બાવરા સૂર બોલે રાધે રાધે....

Monday, April 2, 2012

સાહેલીઓ કરે મને લજ્જા થી લાલ

પૂછી મારા સાહ્યબાનું નામ મારી સાહેલીઓ કરે મને લજ્જા થી લાલ લાલ..

 મળી એકસાથે કરે ઉખાણા હજાર, મોંએ થી સાંભળવા મારા સાજન નું નામ,

 સખીયો શાને કરે આટલી પંચાત, હથેળીની મહેદી માં શોધે વ્હાલમ નું નામ.

 મારા વણગૂથ્યા કેશ અને રાતલડી આંખ, કહેતી નથી શું મારા મનડાની વાત?

 જેનાં શમણામાં નીંદર મેં મ્હાણી હતી, કેમ આપું હું સખીયો ને પ્રીતમ નું નામ.

... હોય તડકો કે છાંયડો હવે રહેવું સંગસાથ ,સુગંધમાં મહેકે છે સખીઓ નું ગામ.

 મને પૂછી તું ગઈ'તી તો કોને સંગે? સાહેલીઓ કરે મને લજ્જા થી લાલ લાલ...
રેખા