Friday, May 11, 2012

મારા હકથી વધારે મારે કઈ ન જોઈએ

મારા હકથી વધારે મારે કઈ ન જોઈએ
મારા સમીપ આવતા જો તારા ઉરના ધબકાર વધી જાય...
એ મારા પ્રેમની નિશાની છે.
મને પ્રેમનો મીઠો બધોય બદલો જોઈયે.

મને જોતા જ તારા મુખ પર અજબ સાંતા વળી જાય...
એ તારા સુખની નિશાની છે.
મને બદલામાં સો મણ સુખ જોઈયે.

આખા દી' ની જલન પછી મારા સ્પર્સ માત્રથી સાંજ સુધરી જાય..
એ મારા પ્રેમની શીતળતા છે.
મને બદલા માં સપના હજાર જોઈયે.

મારા સ્મરણ માત્ર થી તારા પ્રેમનાં ફૂલો ખીલીને જો મહેકી જાય...
એ તારા પ્રેમ ની ગરમાઈ છે.
બદલા માં મહેકમાં ઓગળવા જોઈયે

મારા હકથી વધારે મારે કઈ ન જોઈએ.
રેખા
રેખા પટેલ

ઠાલો કરો છો "વિનોદ"

છે પ્રેમ આપનો કે પરવશતા મારી,
" વિના"તમારા દિલને બહેલાવી શકતી નથી .

કહેવી છે લાખો વાત લાગણીઓ ની,
 ચાર શબ્દોમાં તમને સમજાવી શકતી નથી.

 રંગ છે હજારો આ જીવન મહી,

પ્રેમરંગ "વિના" કોઈ રંગથી સજાઈ શકતી નથી.

 તો પણ પુછોછો તમે વારંવાર , શું તું ચાહે છે મને ?

પાગલ છો તમે આમ સાવ ઠાલો કરો છો "વિનોદ"
.
આટ-આટલા વરસો સુધી અમારી ઘેરી નિગાહો ખોટું બોલી શકતી નથી :))
રેખા

લડવા પણ નથી દેતી..

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી

હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે
એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી
...
જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી

ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના
ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી

કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી
હેમંત પુણેકર

કોઈ દાદ ન આપે તો ભલે

તમે મળતા નથી ક્યાંથી ખીલે ઉન્માદનાં ફૂલો
દિલાસો દેવા ફૂટી નીકળે બસ યાદનાં ફૂલો

તમે પાછા વળો એવું વીનવવાને જ ખીલ્યાં’તાં
પડ્યા છે ચોતરફ ચિમળાઈને મુજ સાદનાં ફૂલો
...
નજર ચોરો તો ચુભે છે જૂના વિખવાદના કાંટા
નજર મળવા દો, ખીલવા દો ફરી સંવાદનાં ફૂલો

મટે કઈ રીતે અધરો વચ્ચેનું મઘમઘતું આ અંતર
કદી તો બાજુએ કરવા પડે મરજાદનાં* ફૂલો

વરસતા જળનાં ટીપાં રોડ પર પટકાતા જોયા છે?
જે તૂટતા તૂટતા ખીલવી જાય છે વરસાદનાં ફૂલો

ગઝલનું દર્દ સમજી કાઢો એને કોક કાંટાથી
આ શું લોકોની માફક ફેંકો છો બસ દાદનાં ફૂલો?

 હેમંત પુણેકર..

 કોઈ દાદ ન આપે તો ભલે,
બસ એક સ્મિત આપો કદર થઈ જસે ...

Thursday, April 26, 2012

એક માનો સંબંધ .

સંબંધે સંબંધે નવા રંગ બદલાય છે.
આ બધાજ થી પર,મીઠો એક માનો સંબંધ .
આ જોયાં કરું છું… અનુભવ્યા કરું છું

તે તો પળમાં કરતો પુલકિત, 
પળમાં આપણા અસ્તિત્વ ને યાદ કરાવતો,
મા સાથેનો સંબંઘ, 
અહી ના કોઈ ગણિત કામ આવે, ન દે કોઇ અનુભવ,
આ સંબંધોની એકજ વ્યાખ્યા નીતરતો નિર્વાજ પ્રેમ..

રેખા

લાગણીઓ થી ગમતા રહો

 
નોકીલા કાંટા હોય આસપાસ તો ચાલશે,
સાથ ગુલાબની મહેક મલે તો દિલને ગમે.
લાગણી નો દેખાવ ઓછો હશે તો ચાલશે,
મહી ઝાકળની ભીનાસ હોય તો દિલને ગમે.
હથેળીયે ઠંકાતી કાજળઘેરી આંખો તે ચાલશે,
હોઠોથી મધમીઠું સ્મિત સરે તો દિલને ગમે.
આ સાંજ ખુબસુરતી થી ના મઢાય તો ચાલશે,
મીઠી લાગણીઓ થી ગમતા રહો તો દિલને ગમે.
Rekha.
પાતાળમાં થી મોતી શોધનાર કેટલાય નીકળ્યા છે,
આ દીલના ઉંડાણ સુધી કોણ પહોચી સક્યુ છે.
ફુલો ને સાચવનાર માળી તો ઠેરઠેર પડ્યા છે,
ફુલોની ફેલાતી ખુસ્બુ ને કોણ પકડી સક્યુ છે.
ઉગતા જીવો ને ડામનાર સરેઆમ ભટકાય છે,
ઉગતા સુરજ ને સમય ને કોણ રોકી સક્યુ છે.
Rekha