Thursday, February 14, 2013

તું મનમુકી વરસ સખી


મને તારા પ્રીતની તરસ "સખી" તુ મનમુકી વરસ
ઉર્મિઓના ખેલમાં છે કેટલું સરળ તુ મનમુકી વરસ.

પ્રિયની સમીપ રહી કઈ ખ્યાલો માં રહેવાય નહિ 
તરસ્યા અમે,હથેળીમાં લઈ સાવન તું મનમુકી વરસ.

પ્રેમ ને ઘટના કહેવાય ના,તેને હેતે વધાવી વરસ 
નયન છે હૈયા કેરી નિસરણી નેહે તું મનમુકી વરસ 
રેખા (સખી) 1/7/2013

કહે તો મોકલું તને

 પ્રણયમા સુખદુખની લાગણીઓનુ વાવેતર થયું 
ભીતરમા પીગળ્યો હું જ્યારે તુજ સ્મરણ થયું..

ધુમસ આછાદિત હતુ જીવન તારા વિનાનુ મારુ,
તુ મળ્યો ને ઉર્મીઓનુ અંતરમા મેરવણ થયુ....

છે મારી પાસે આટલી સમજણ કહે તો મોકલું તને  
છે પાસ તુજ સહવાસની ક્ષણ કહે તો મોકલું તને 

રાખ્યું છે સચવાએલુ શાણપણ કહે તો મોકલું તને
પડીકામાં વીટી પ્રેમનુ સગપણ કહે તો મોકલું તને 

બાકી છે હજુય દિલની થાપણ કહે તો મોકલું તને
કંડારેલ નિશાની માં કહે તો જાન મારી મોકલુ તને .
રેખા (સખી)

प्यारमें इंतज़ार करके तो देख


इकबार किसीके प्यारमें इंतज़ार करके तो देख  
हदें तोड़ जमाने की, मुझ पर एतबार करके तो देख

हाल-ए-दिल बया न करे तो कोई गिला नहीं 
खत में ही सही दो बाते प्यार की लिखकर तो देख 

सच पूछिये तो सफ़र महोब्बत में आसान नहीं
थक जाए अगर राहों में  तो हाथ बढ़ाकर तो देख 

जाने क्यों सब सुनाई देता है जो तुमने कहा नहीं 
एक बार साँसों की हरारत महेसुस करके तो देख 

प्यार को लफ़्जों की हद में बाँधना मुमकिन नहीं 
कभी मुजको ग़ालिब कभी हसरत समजकर तो देख

रेखा (सखी ) 1/16/13

લાગણીઓનુ વાવેતર


પ્રણયમા સુખદુખની લાગણીઓનુ વાવેતર થયું 
ભીતરમા પીગળ્યો હું જ્યારે તુજ સ્મરણ થયું..

ધુમસ આછાદિત હતુ જીવન તારા વિનાનુ મારુ,
તુ મળ્યો ને ઉર્મીઓનુ અંતરમા મેરવણ થયુ....

છે મારી પાસે આટલી સમજણ કહે તો મોકલું તને  
છે પાસ તુજ સહવાસની ક્ષણ કહે તો મોકલું તને 

રાખ્યું છે સચવાએલુ શાણપણ કહે તો મોકલું તને
પડીકામાં વીટી પ્રેમનુ સગપણ કહે તો મોકલું તને 

બાકી છે હજુય દિલની થાપણ કહે તો મોકલું તને
કંડારેલ નિશાની માં કહે તો જાન મારી મોકલુ તને .
રેખા (સખી)

हर कोशिश अधूरी रही ...


एक गीत लिखने की हर कोशिश अधूरी रही
झुरते नैनो की स्याही से कोशिश अधूरी रही

ना विषय मिला ना कोई गीत मिला 
सब्दो का ना कोई नया जोड़ मिला 

जिससे जोड़े सिला वो ना कही मिला 
ना बेघर सुरों को कोई साज मिला 

हर कोशिश अधूरी रही ...
रेखा (सखी )

Monday, December 10, 2012

जो ख़त हम तुम्हे दे न सके

जो ख़त हम तुम्हे दे न सके उसे गज़ले नग्मा बना दिया,
कह ना सके जो दिल की बाते उसे बना के शेर जता दिया,

शुक्रिया तुम्हारा जुदाई का ज़हर हसके तुमने पिला दिया,
मिले जो तुमसे गम के तोहफे हमने शायरी में सुना दिया,
 
ना तुम अपना बना सके ना किसी को अपना बना दिया,
हमने खुद फकीरों की भीड़ में अपना नाम लिखा दिया,

इल्जाम जमाने के सब सह कर लब को ताला लगा दिया,
क्या फर्क बेघर होने से खुद के हाथो से सपना जला दिया,

शुरू हुआ जो पल तुमसे ख़त्म तुम्ही पे हमने करा दिया,
ऊँचा रहे सर तुम्हारा सोच के कद छोटा अपना बता दिया !
रेखा ( सखी ) 12/10/12
 

હાસ્ય તો એવું કે,,,

હાસ્ય તો એવું કે જાણે બરફ નો ગોટો,
હમણાં પીગળું કે તમને હું પીગળાવું.

આંસુ છે મોંઘા ને દુઃખનો નથી જોટો,
પ્રેમે જો હું તડપું તો તમનેય તડપાવું.

...
બાકી નજરમાં ભર્યો છે ગોળનો કટ્ટો,
તું મીઠાસ વહેચે અને હું મમળાવું.

ઓસની ભીનાશ ‘ને ફૂલોનો રસ મીઠો,
ટીપે ટીપે છલકે, દિલને હું બહેકાવું.

નામ હોય તમારું કે તમારો કિસ્સો,
તારા મારા નામને શબ્દે હું સજાવું.
રેખા ( સખી )
 

પતંગિયાની પાંખો કોઈ ઉધાર દઈને જાય

અધુરી રહેલ વાર્તા ને કોઈ પ્રેમે લખી જાય જો એટલું કઈ થાય

સુખના ઓઠા પાછળ એકાદ આંસુ વહી જાય જો એટલું કઈ થાય

દુખના ડુંગરા હેઠણ કોઈ ઝરણું ઝરી જાય જો એટલું કઈ થાય

કોઈ બળતા હૈયા ઉપર સ્મિતે લેપ કરી જાય જો એટલું કઈ થાય

છટકી જાતા સપનાને બંધ પાંપણે પુરી જાય જો એટલું કઈ થાય

પતંગિયાની પાંખો કોઈ ઉધાર દઈને જાય જો એટલું કઈ થાય

મારા નામ પાછળ કોઈ તારું નામ મૂકી જાય જો એટલું કઈ થાય

તારા સ્પર્શે ધડકતું હૈયું બંધ પડી જાય જો એટલું કઈ થાય ?
 
થોડું આમ આથમવા ટાણે પ્રગટી જાય જો એટલું કઈ થાય

 રેખા (સખી )
 

बरसों से,हम और तुम

बरसों से,
हम और तुम
लोहे की दो पटरी के समान है
जो दुर दुर तक साथ देती है,
पास रहेते कभी मिल नहीं पाती ..
 
बरसों से
हम और तुम,
दीवार पर दो टंगाई हुई तस्वीरे है
सालों से पास पास सजती है,
फिरभी एक दुसरे को देख नहीं पाती..

बरसों से
हम और तुम,
एक ही पन्नेकी दो बाजू है
एक बिना दूसरा अघुरा है,
एक होकर भी आगे पीछे पढ़ नहीं पाते...

बरसों से,
हम और तुम,
साहमृग बनकर कामों में डूबे रहेते है
मन ही मन कितना बतियाते है,
लगता है कभी खत्म नहीं होंगी बातें.....

बरसों से...
हम और तुम
कितना अजीब है अलग होकर भी एक है.
रेखा ( सखी )
 

સુરજની સાખે

સુરજની સાખે અને ચાંદાની પાખે ….
આવને ભુલી જઈએ આપણે મનભેદ સાથે
ઘાતો આઘાતો અને પરિબળૉ પાસે,
જાણે અજાણ્યે થયા મતભેદ જે વાટે.
ભૂલીએ અંટસ સહુ વચમાં પડ્યા જે રાહે.
આવને આપણે હતાશા નિરાશા ખંખેરીએ સાથે
વિસરી જઈએ તાપ સંતાપ સહુ એકસાથે.
રેખા ( સખી )

अलग अंदाज़ इनके

अलग अंदाज़ इनके और वो छुपा राजदान है
लगती चोट पे चोट और हम करते नहीं फ़रियाद.

अज़ब अदा इनकी और वो कातिल तीरंदाज है
हर एक निशाना सचोट और हम छुपाते गम सरेआम.
मय है साक़ी भी है सामने वो खड़ा सय्याद है
आग लगी मैख़ाने में हमने मागी दो बुँदे सरकार.

फैलाये सपनों के पंख उड़ता वो परवाज़ है
आवाज़ भी मेरी ना सुन सका कैसा हुआ अनजान.

तुम तक मुझे जो लेके चले ढूढ़ते वो लम्हात है
मेरे गीतों में मेरी गज़लो में वो,वोही मेरा तलबगार.

रेखा ( सखी )
આંખો આંખોથી પીવાય છે

આંખો આંખોથી બોલાય છે

સબ્દો ક્યાં થી ક્યા ઢોળાય છે...

હૈયે હૈયું સમજાય છે

હૈયે હૈયું જકડાય છે

સ્નેહ ક્યાં થી ક્યા મલકાય છે....

સખી

Monday, November 26, 2012

जीवन के सफ़र में


जब जीवन के सफ़र में अपनो का साथ ना हो
हो फूलो भरी राह फिरभी पाँव मे छाले देती हैं

पलकों तक आए और मन में, हलचल पैदा ना करे
जूठे आँसू ज़िंदा होकर भी शव होनेका अहेसास देते है.

जो भी यादे दिल का कोना हरपल रोशन ना करे
ऐसी यादे गीली हो कर भी सहेरा की प्यास देती है

गिरे प्यार में और दिल सरफरोसी तम्मना ना करे
ऐसी खोखली चाहत सर कलामी का अहेसास देती है
रेखा ( सखी )


कहेने सुनने को बहोत था

कहेने सुनने को बहोत था, कभी सुनाया ही नहीं,
कभी उसने पूछा नहीं, तो हमने बतलाया ही नही.

दोस्त बनकर बहोत गुफ्तगू हुई हर दिन,
कही प्यार के रंगों को हमने बिखराया ही नहीं.

 पसंद नापसंद सब उसकी जानते थे हर चीज,
हमी दिलमे बसे थे उसने कभी जतलाया ही नही.

अब ना वो दीन रहे ना रही जुस्तजू बाकी ,
चाँदनी रातोमें आँगनने चाँद चमकाया ही नहीं.

आवाज़ मेरी सुन के वो अनजान हुआ साथी,
रोता है दिल पर आखोको हमने सताया ही नहीं.

रेखा (सखी
 

તુ મને ગમે અને હુ તને ગમુ


મને આંખોથી છલકતી લાગણી ગમે,
તને સબ્દો નુ ઉડતુ વાદળ ગમે.

મને મૌન નુ મોઘેંરુ જણસ ગમે,
તને બોલ કેરું બજતુ પાયલ ગમે.

મને વરસતો વરસાદી મેહ ગમે .
તને પોષની પોસાતી ઠંડક ગમે .

મને મનમાં પડઘાતું સપનું ગમે
તને મસ્તી છલકાવતો ગુલાલ ગમે .

મને તૃપ્તિ નો થિજેલ પહાડ ગમે,
તોય તુ મને ગમે અને હુ તને ગમુ
રેખા (સખી )
આમ જ્યાં જુઓ ત્યાં બધે છે તન્હાઈ.
અને આ હૈયું જ્યાં તું બઘેજ અથડાઈ.
રેખા

गर्दिशो के दौर...


गर्दिशो के दौर में वो भीगा सा एक लम्हा...

खिडकीओ से एक दुसरे को दुरसे देखा करना.
अभी तक याद है मुजको वो भीगा सा एक लम्हा...

रात को छत पे जाना और हवासे बाते करना.
छोटी छोटी खुसिया भरा वो अपना सा एक लम्हा...

वो पूर्णिमा की रात में चाद छुपने की दुआ करना
बनाकर जाम चादनी को पिया था  हमने एक लम्हा...

दिल की बातो होठो पे आते आते रोका करना.
अभी तक है याद मुजको वो उलज़ा सा एक लम्हा.

अब दुरसे ही सलामती की दुआ करना 
किस्मत की लकीर में हुआ गायब वो एक लम्हा...
रेखा( सखी )

અછાંદસ

અછાંદસ

વાયરાએ દિધો સાદ અને સ્મરણોના ટોળા ઉમટી આવ્યા,

સમય પાછો સરકી આવ્યો
કોઇ આકરી ક્ષણે રોપાયેલું વિદાયનું બીજ,

આજે ઘટઘોપ વટવૃક્ષ બની બેઠું છે
વેરાન વગડો મને જીવંત લાગ્યો...
...
કેટલુંક યાદ આવ્યું અને હું મને ભૂલવા લાગ્યો,
તું આ છાયામાં બે પલ વિતાવી જા... હું મને ભૂલું તે પહેલા.
રેખા (સખી)

મૌસમ વિના જો..

મૌસમ વિના જો વરસવા દેશો તો,
થઈ ઝાકળનું જળ અમે અઢળક ઝરી જાશું .

 સ્મરણમાં જરા જો સાચવશો તો,
થઇ લાગણી કેરા દસ્તાવેત દિલ પર અંકાઈ જાશું

 મુજ પર મે’રબાની જો ખુદા કરે તો,
તમે આપેલી બેશુમાર આફતો હસતા સહી જાશું
 
હૈયું તમારું જરા જો વિસ્તરે તો,
અડ્ડો જમાવી બેઠેલી પાનખરને ભગાવી જાશું.
રેખા ( સખી )


 
મૌસમની જેમ રોજ મન પણ બદલાય છે..
હવે કેમ રહેવું બદલાતા મકાનમાં.
વિશાળ મનની પાંખો અને ટુંકો ટચ દાયરો..
હવે કેમ ઉડવું આઘેરા ગગનમાં.
રેખા (સખી)


નિભાવી જાણ દોસ્તીને તું પરસ્પર સમજ સાથે.
કરીલે હસ્તક લાગણીના દસ્તાવેજ સમજ સાથે.
રેખા
બંધ આંખોને એટલાં બધા સ્વપ્ન આપ્યા અમે
કે આંખો અને હોઠને આરામ આપ્યો હવે.

કહેવા પૂછવાનું બધું પતાવ્યું સ્વપ્નમાં અમે
કે હિસાબ પતાવવા વારો તમને આપ્યો હવે.

લખ્યું કઈ કેટલું મનની કોરી પાટી ઉપર અમે
કે તે બધું ભેગુ કરવાનો સમય આપ્યો હવે.
રેખા (સખી
 )

પહેલા નયન મળે ને હૃદય ધબકાર ચૂકે છે,
પછી દિલ મળતા પાકે પાયે આંખો છલકે છે...
રેખા