Wednesday, July 25, 2012

એક ઈચ્છા.

આશ નીરાશ નુ આ ભમ્મરિયું વ્હેણ.
મને કોણ જાણે ક્યાંય જશે તાણી.
એક ઈચ્છા જીવુ જીવતર ને જાણી.
રેખા

મારુ મન

કાં, કાગળ પર તુ મને ચીતરે,
હોય જો હિંમત તું મનને ચીતર..
છે આતો બે ચાર લિટી ની વાત,
મારુ મન ચીતરે તો જોઈયે આકાસ.
રેખા.

Tuesday, July 24, 2012

બહુ છાની એક વાત હવા મહી તરે.

બહુ છાની એક વાત હવા મહી તરે....
સખી જોને અહી સંબધો દરિયા મહી છીપલાં થઈ ઠરે.
મહી શબ્દો આભ માથે તારલીયા થઈ ફરે...
સખી જોને અહી યાદો ખુવાર કરી રાત સવાર થઇ ખીલે.
મહી પ્રીત પ્રિયજનમાં એક સમણુ થઈ ખિલે...
સખી જોને અહી ગીતો પંખીઓ ના ટહુકા મહી સ્ફુરે.
મહી લાગણીઓ ધીમા ઝરણમાં ભીનાશ ભરે...
સખી જોને બહુ છાની એક વાત હવા મહી તરે.
બહુ છાની એક વાત હવા મહી તરે....
સખી જોને અહી સંબધો દરિયા મહી છીપલાં થઈ ઠરે.
મહી શબ્દો આભ માથે તારલીયા થઈ ફરે...
સખી જોને અહી યાદો ખુવાર કરી રાત સવાર થઇ ખીલે.
મહી પ્રીત પ્રિયજનમાં એક સમણુ થઈ ખિલે...
સખી જોને અહી ગીતો પંખીઓ ના ટહુકા મહી સ્ફુર...
ે.
મહી લાગણીઓ ધીમા ઝરણમાં ભીનાશ ભરે...
સખી જોને બહુ છાની એક વાત હવા મહી તરે.
રેખા ( સખી)

 

ઉંમર ભલે વધે પણ સંવેદનાને બુઢ્ઢી કે બુઠ્ઠી ન થવા દો.

ક્યાક વાંચેલી વાત અહી આપ સર્વે સાથે શેર કરુ છુ"
કમનસીબી એ છે કે માણસ નફરત કરવા માટે રાહ જોતો નથી અને પ્રેમ કરવા માટે મોકો શોધે છે.
ક્યારે કાયમ માટે છૂટું પડી જવાનું છે એ નક્કી જ છે ,તો તમે જેને પ્રેમ કરતા હોવ એને પ્રેમ કરવાનો એકેય મોકો ન મૂકો.
એક માણસની પત્નીનું અવસાન થયું. એ ખૂબ દુઃખી હતો. તેનો એક મિત્ર સાંત્વના આપતો હતો,
 ત્યારે તેણે કહ્યું કે "તેના જવાથી હું દુઃખી છું, પણ મને કોઈ અફસોસ નથી. એટલા માટે કે મેં તેને જિંદગીની દરેક ક્ષણે પ્રેમ કર્યો છે. હું તેને જીવ્યો છું. અમારી દરેક પળ સુખની હતી. "
એ જવાની છે એનો તેને ખ્યાલ આવી ગયો હતો. થોડા દિવસ અગાઉ જ હોસ્પિટલના બિછાને તેણે મારો હાથ પકડીને કહ્યું કે કંઈ અફસોસ ન કરતો, બહુ દુઃખી પણ ન થતો. તેં ક્યાં મને પ્રેમ કરવાની એકેય તક ગુમાવી છે? આપણે ભરપૂર જીવ્યા છીએ.
 તારે કે મારે થોડુંક વહેલું કે થોડુંક મોડું એક દિવસ જવાનું તો હતું જ. મને ગર્વ છે કે તારા જેવો જીવનસાથી મળ્યો...ohh very touchy 
આપણે એવો પ્રેમ કરીએ કે કોઈના જવાથી આપણને અફસોસ ન થાય? 
ઉંમર ભલે વધે પણ સંવેદનાને બુઢ્ઢી કે બુઠ્ઠી ન થવા દો. સંબંધોની બાબતમાં તમારે સમય સામે હારવું ન હોય તો તમારા દરેક સંબંધોને  પૂરાં દિલથી જીવો. 
કમ સે કમ અફસોસ તો નહીં થાય કે મારો કોઈપણ પ્રેમ અધૂરો રહી ગયો.
ખુશી છે કે જે મારા દિલની નજીક છે તેમની સાથે હુઆમજ જીવુ છુ ,મન મુકીને.... રેખા

Tuesday, May 29, 2012

હવે મનમુકી તુ વરસ

મને પ્રિતની તરસ સખી હવે મનમુકી તુ વરસ

 ઉર્મિઓના ખેલમાં એટલી તરસ હવે તુ વરસ.

 પ્રિયની સમીપમાં કઈ ખાલી ગીતો ગવાય નહિં,

તરસ્યા અમે,લઈ હથેળીમાં આકાશ હવે તુ વરસ.

 તનેય પ્રેમની તરસ,ભરચોમાસે કોરા રહેવાય નહી.

 સખી પ્રેમ ને ઘટના કહેવાય નહી હવે તુ વરસ.
રેખા
મને પ્રિતની તરસ સખી હવે મનમુકી તુ વરસ
ઉર્મિઓના ખેલમાં એટલી તરસ હવે તુ વરસ.
પ્રિયની સમીપમાં કઈ ખાલી ગીતો ગવાય નહિં,
તરસ્યા અમે,લઈ હથેળીમાં આકાશ હવે તુ વરસ.
તનેય પ્રેમની તરસ, ભરચોમાસે કોરા રહેવાય નહી.
સખી પ્રેમ ને ઘટના કહેવાય નહી હવે તુ વરસ.
રેખા

તે ગઝલ છે

શું શબ્દો વિચારો સરલ ભાષા માં રેલાય તે ગઝલ છે ??
શું લય તાલ માં લાગણીઓ ને બાંધવી તે ગઝલ છે ??
શું છંદ અને લગાગાગા નો શાબ્દિક સાથ ગઝલ છે ??
ગઝલ તો એજ કે.....
જો દિલની નિખાલસ ભાષા અને મસ્તી છલકાય તે ગઝલ છે.
... જો કહેનાર અને સાંભળનાર આંખોથી મલકાય તે ગઝલ છે.
જો સ્પર્સોની બાદબાકી ને પ્રેમનો ગુણાકાર થાય તે ગઝલ છે
શબ્દો થકી મારી તારા લગી પહોચતી લાગણીઓ ગઝલ છે.
રેખા પટેલ