Tuesday, July 24, 2012

ઉંમર ભલે વધે પણ સંવેદનાને બુઢ્ઢી કે બુઠ્ઠી ન થવા દો.

ક્યાક વાંચેલી વાત અહી આપ સર્વે સાથે શેર કરુ છુ"
કમનસીબી એ છે કે માણસ નફરત કરવા માટે રાહ જોતો નથી અને પ્રેમ કરવા માટે મોકો શોધે છે.
ક્યારે કાયમ માટે છૂટું પડી જવાનું છે એ નક્કી જ છે ,તો તમે જેને પ્રેમ કરતા હોવ એને પ્રેમ કરવાનો એકેય મોકો ન મૂકો.
એક માણસની પત્નીનું અવસાન થયું. એ ખૂબ દુઃખી હતો. તેનો એક મિત્ર સાંત્વના આપતો હતો,
 ત્યારે તેણે કહ્યું કે "તેના જવાથી હું દુઃખી છું, પણ મને કોઈ અફસોસ નથી. એટલા માટે કે મેં તેને જિંદગીની દરેક ક્ષણે પ્રેમ કર્યો છે. હું તેને જીવ્યો છું. અમારી દરેક પળ સુખની હતી. "
એ જવાની છે એનો તેને ખ્યાલ આવી ગયો હતો. થોડા દિવસ અગાઉ જ હોસ્પિટલના બિછાને તેણે મારો હાથ પકડીને કહ્યું કે કંઈ અફસોસ ન કરતો, બહુ દુઃખી પણ ન થતો. તેં ક્યાં મને પ્રેમ કરવાની એકેય તક ગુમાવી છે? આપણે ભરપૂર જીવ્યા છીએ.
 તારે કે મારે થોડુંક વહેલું કે થોડુંક મોડું એક દિવસ જવાનું તો હતું જ. મને ગર્વ છે કે તારા જેવો જીવનસાથી મળ્યો...ohh very touchy 
આપણે એવો પ્રેમ કરીએ કે કોઈના જવાથી આપણને અફસોસ ન થાય? 
ઉંમર ભલે વધે પણ સંવેદનાને બુઢ્ઢી કે બુઠ્ઠી ન થવા દો. સંબંધોની બાબતમાં તમારે સમય સામે હારવું ન હોય તો તમારા દરેક સંબંધોને  પૂરાં દિલથી જીવો. 
કમ સે કમ અફસોસ તો નહીં થાય કે મારો કોઈપણ પ્રેમ અધૂરો રહી ગયો.
ખુશી છે કે જે મારા દિલની નજીક છે તેમની સાથે હુઆમજ જીવુ છુ ,મન મુકીને.... રેખા

No comments: