Monday, November 26, 2012

जीवन के सफ़र में


जब जीवन के सफ़र में अपनो का साथ ना हो
हो फूलो भरी राह फिरभी पाँव मे छाले देती हैं

पलकों तक आए और मन में, हलचल पैदा ना करे
जूठे आँसू ज़िंदा होकर भी शव होनेका अहेसास देते है.

जो भी यादे दिल का कोना हरपल रोशन ना करे
ऐसी यादे गीली हो कर भी सहेरा की प्यास देती है

गिरे प्यार में और दिल सरफरोसी तम्मना ना करे
ऐसी खोखली चाहत सर कलामी का अहेसास देती है
रेखा ( सखी )


कहेने सुनने को बहोत था

कहेने सुनने को बहोत था, कभी सुनाया ही नहीं,
कभी उसने पूछा नहीं, तो हमने बतलाया ही नही.

दोस्त बनकर बहोत गुफ्तगू हुई हर दिन,
कही प्यार के रंगों को हमने बिखराया ही नहीं.

 पसंद नापसंद सब उसकी जानते थे हर चीज,
हमी दिलमे बसे थे उसने कभी जतलाया ही नही.

अब ना वो दीन रहे ना रही जुस्तजू बाकी ,
चाँदनी रातोमें आँगनने चाँद चमकाया ही नहीं.

आवाज़ मेरी सुन के वो अनजान हुआ साथी,
रोता है दिल पर आखोको हमने सताया ही नहीं.

रेखा (सखी
 

તુ મને ગમે અને હુ તને ગમુ


મને આંખોથી છલકતી લાગણી ગમે,
તને સબ્દો નુ ઉડતુ વાદળ ગમે.

મને મૌન નુ મોઘેંરુ જણસ ગમે,
તને બોલ કેરું બજતુ પાયલ ગમે.

મને વરસતો વરસાદી મેહ ગમે .
તને પોષની પોસાતી ઠંડક ગમે .

મને મનમાં પડઘાતું સપનું ગમે
તને મસ્તી છલકાવતો ગુલાલ ગમે .

મને તૃપ્તિ નો થિજેલ પહાડ ગમે,
તોય તુ મને ગમે અને હુ તને ગમુ
રેખા (સખી )
આમ જ્યાં જુઓ ત્યાં બધે છે તન્હાઈ.
અને આ હૈયું જ્યાં તું બઘેજ અથડાઈ.
રેખા

गर्दिशो के दौर...


गर्दिशो के दौर में वो भीगा सा एक लम्हा...

खिडकीओ से एक दुसरे को दुरसे देखा करना.
अभी तक याद है मुजको वो भीगा सा एक लम्हा...

रात को छत पे जाना और हवासे बाते करना.
छोटी छोटी खुसिया भरा वो अपना सा एक लम्हा...

वो पूर्णिमा की रात में चाद छुपने की दुआ करना
बनाकर जाम चादनी को पिया था  हमने एक लम्हा...

दिल की बातो होठो पे आते आते रोका करना.
अभी तक है याद मुजको वो उलज़ा सा एक लम्हा.

अब दुरसे ही सलामती की दुआ करना 
किस्मत की लकीर में हुआ गायब वो एक लम्हा...
रेखा( सखी )

અછાંદસ

અછાંદસ

વાયરાએ દિધો સાદ અને સ્મરણોના ટોળા ઉમટી આવ્યા,

સમય પાછો સરકી આવ્યો
કોઇ આકરી ક્ષણે રોપાયેલું વિદાયનું બીજ,

આજે ઘટઘોપ વટવૃક્ષ બની બેઠું છે
વેરાન વગડો મને જીવંત લાગ્યો...
...
કેટલુંક યાદ આવ્યું અને હું મને ભૂલવા લાગ્યો,
તું આ છાયામાં બે પલ વિતાવી જા... હું મને ભૂલું તે પહેલા.
રેખા (સખી)

મૌસમ વિના જો..

મૌસમ વિના જો વરસવા દેશો તો,
થઈ ઝાકળનું જળ અમે અઢળક ઝરી જાશું .

 સ્મરણમાં જરા જો સાચવશો તો,
થઇ લાગણી કેરા દસ્તાવેત દિલ પર અંકાઈ જાશું

 મુજ પર મે’રબાની જો ખુદા કરે તો,
તમે આપેલી બેશુમાર આફતો હસતા સહી જાશું
 
હૈયું તમારું જરા જો વિસ્તરે તો,
અડ્ડો જમાવી બેઠેલી પાનખરને ભગાવી જાશું.
રેખા ( સખી )


 
મૌસમની જેમ રોજ મન પણ બદલાય છે..
હવે કેમ રહેવું બદલાતા મકાનમાં.
વિશાળ મનની પાંખો અને ટુંકો ટચ દાયરો..
હવે કેમ ઉડવું આઘેરા ગગનમાં.
રેખા (સખી)


નિભાવી જાણ દોસ્તીને તું પરસ્પર સમજ સાથે.
કરીલે હસ્તક લાગણીના દસ્તાવેજ સમજ સાથે.
રેખા