Monday, November 26, 2012

મૌસમની જેમ રોજ મન પણ બદલાય છે..
હવે કેમ રહેવું બદલાતા મકાનમાં.
વિશાળ મનની પાંખો અને ટુંકો ટચ દાયરો..
હવે કેમ ઉડવું આઘેરા ગગનમાં.
રેખા (સખી)


નિભાવી જાણ દોસ્તીને તું પરસ્પર સમજ સાથે.
કરીલે હસ્તક લાગણીના દસ્તાવેજ સમજ સાથે.
રેખા
બંધ આંખોને એટલાં બધા સ્વપ્ન આપ્યા અમે
કે આંખો અને હોઠને આરામ આપ્યો હવે.

કહેવા પૂછવાનું બધું પતાવ્યું સ્વપ્નમાં અમે
કે હિસાબ પતાવવા વારો તમને આપ્યો હવે.

લખ્યું કઈ કેટલું મનની કોરી પાટી ઉપર અમે
કે તે બધું ભેગુ કરવાનો સમય આપ્યો હવે.
રેખા (સખી
 )

પહેલા નયન મળે ને હૃદય ધબકાર ચૂકે છે,
પછી દિલ મળતા પાકે પાયે આંખો છલકે છે...
રેખા

પ્રેમ ભીની રચના..

નવા વર્ષની પ્રથમ પ્રેમ ભીની રચના..
આંખમાં મોરપિચ્છ મૂકી, કરે મુગ્ધ ભાવે એ વાત જ્યારે,
લાગે છે બદલાઈ ગયેલું આખું વિશ્વ ત્યારે.

કાનમાં તેનો એક ટહુકો અને પંખી બોલ્યું ઉદ્યાનમાં જાણે,
બધા સૂર અને ગઝલ થાય સંમોહિત ત્યારે.
...

ગાલ ઉપર રેલાતી શરમની લાલી મેઘધ્નુસ્યની રેખા જાણે,
પાણીનું ખડખડતું ઝરણું પલભર થોભ્યું ત્યારે.

ફેલાતી ઝુલ્ફોના શ્યામ રંગો હૃદયને વધુ સંકોરે જ્યારે
શ્યામ રંગ ક્ષિતિજે નભ ઓઢે ત્યારે.
રેખા ( સખી ) 11/15/12
See More

દિવાળી આવું છું

હું દિવાળી આવું છું ..
ઉષાની રંગીની લઈને સહુ જીવનને રંગીન કરવા આવું છું
ઢળતા સૂરજની સાખે સંધ્યાનો અજવાસ લઈને આવું છું

અધખુલ્લી આંખો માટે હું સતરંગી સપના થઈને આવું છું
ફૂલઝડીના ઝરતા તારલિયા થઈને ઝરમરતી આવું છું

શ્રઘ્ઘા કેરી જ્યોત થઈને અંધારે વાટ બતાવવા આવું છું
હોય અમાવસ રાત ભલે દિવાળીનો દીવો થઈને આવું છું
રેખા.

હું મને મળ્યો

આજે ફરી હું મને મળ્યો થાઉં ઇતીહાસ તે પહેલા .
આજે થોડો હું રંગીન થયો થાઉં રંગહીન તે પહેલા
રેખા ( સખી )


પીપલ પાન ખરતા ,હસતી કુપલીયા
મુજ વીતી તુજ વીતશે ઘીરી બાપુડિયા

જિંદગીની ક્ષણભંગુરતાને જુઓ. આજ સનાતન સત્ય છે.
બધું વીતી જશે ,આજની માફક આવતીકાલ પણ વીતી જશે.
આપણી જિંદગી અને આ પ્રકૃતિ એકજ માળાના મણકા છે
...
આ મર્મનું ઉડાણ ઓળખો તો જણાશે કે ,
આ જીવનમાં સઘળું પરિવર્તનશીલ છે સધળું નાશવંત છે
બસ જાતા જાતા સર્વ માટે લાલ જાજમ બિછાવી જજો નાં કે કાંટાળો માર્ગ 
રેખા ( સખી )
 

 

આ હવા

આ હવાને ઘર જેવું કઈં હોય નહીં હોય ?
બીજાના છાપરા લઈ હોય ફરતી હોય .
હવાને ઠહેરાવ જેવું કઈં હોય નહીં હોય ?
સદાય ઝંઝાવાત લઈ હોય ફરતી હોય .
રેખા

ક્ષિતિજ ની રેખા

ક્ષિતિજ ની રેખાને આંબવા મારું મન આતુર,
ત્યાં લગી પહોંચાય એવી પગદંડી તો બતાડો.
માણસના મન સુધી પહોચું તે એક સપનું મારું
ત્યાં લગી ચડાય એવી કોઈ સીડી તો બતાડો.
rekha