લખતો રહીશ ભીના અક્ષરે તારું નામ હવામાં,
જળ બની વાદળૉ ઉપર સવાર થઈને આવજે તું,
સુકાયેલી ક્ષણોને વાદળીઓમાં ભરીને લાવજે તું ...
લખતો રહીશ ખીલતી કળીઓ ઉપર તારું નામ,
ફૂલો ઉપર રેલાતા રોજ ઝાકળની જેમ આવજે તું,
એક મદમાતી પ્રભાતી સુગંઘ ભરીને લાવજે તું ...
લખતો રહીશ ક્ષિતીજની રેખા ઉપર તારું નામ,
મિલનના મેધનુસ્યના બધા રંગો ભરીને આવજે તું,
નભ ને ઘરાનાં મિલનની સાક્ષી ક્ષણો ને લાવજે તું ...
લખતો રહીશ હર ધડકન ને શ્વાસ મહી તારું નામ,
મારી હર ધડકનના ઉર્મિઓનો શરાબ બની આવજે તું,
પ્રીતની પ્યાલી અને ઉર્મિઓનાં જામ ભરીને લાવજે તું ..
ફરીથી સજાવીશું એ ભીની લાગણીની મૌસમ બધી,
એક જુની મૌસમી મિજાજની રવાની ભરીને આવજે તું,
હૈયા લથબથ ભીજાય એવું ચોમાસું ભરપુર લાવજે તું ...
રેખા (સખી)

No comments:
Post a Comment