Jay shree krishna
તારા જનમ કેરો ઉત્સવ ઉજવાયે ઘેરેઘેર,
પણ દેવકીમાં ની પીડા હું કેમ કરી ભૂલું.
તારા ગોકુલ પહોંચ્યાનો મહિમા ચારેકોર,
પણ હું વાસુદેવ ની વ્યથાને કેમ કરી ભૂલું.
...
તારી વહાલી સહુને માખણ ની લુંટફાટ છડેચોક,
પણ તારા તોફાને લજાતી "માં" ને કેમ કરી ભૂલું.
તારા કાળીનાગ દમણ થી છુટ્યા યમુના કેરા જળ,
પણ કરગરતી નાગરાણીઓ ને કેમ કરી ભૂલું.
તારા મથુરાગમને કર્યો કેટલાય દુષ્ટો નો સંહાર,
પણ રાધાના વિરહિણી હૈયાને હું કેમ કરી ભૂલું.
તારા શિર પર સોહે ઝગમગતો સોનેરી મુગટ,
પણ વાંકડિયામાં ખોસેલું મોરપીંછ કેમ કરી ભૂલું.
માથા ફરતી મારે દુનિયાદારી સઘળી કોર,
પણ તારી જન્માષ્ટમી નો ઉત્સવ હું કેમ ભૂલું
રેખા ( સખી)